IMG 20220619 WA0019

આ ઉપાયથી ગમે તેવું ટેન્શન કે સ્ટ્રેસ દૂર થઈ જશે

ધર્મ

આજની 21મી સદીમાં લોકો માનસિક તણાવથી ખુબજ પરેશાન જોવા મળે છે. આપણી આસપાસ ના લોકો, દેશ-વિદેશ, યુવાન, વૃદ્ધ, વિદ્યાર્થીઓ, અને રાજકારણીયો વગેરે કોઈ ને કોઈ તણાવ મા ભોગ બનેલા જોવા મળે છે.

લોકોમાં આર્થિક, માનસિક અને શારીરિક તણાવ જોવા મળે છે તેમાંનો સૌથી ખતરનાક એ માનસિક તણાવ છે. લોકો પૈસા, ટાઈમ અને સમય નું મેનેજમેન્ટ કરતા હોય છે.પરંતુ તણાવ નું કોઈ મેનેજમેન્ટ હોય જ ના તે એક આપના શરીર ની ખરાબી છે જેના કારણે સતત વિચારો કરવાથી માનસિક દબાણ આવે છે જે એક તણાવ છે.

માનસિક તણાવ વાળા વ્યક્તિ એ તેના વિશે બહુ ઓછું વિચારવુ જોઈએ. તે એક કાદવ રૂપી તણાવ છે જેને આપણે દૂર કરવાનો છે. તેમાં જોડવાનું નથી. આજકાલ ના લોકો બીજા શુ કરે , તે મને શું કહેશે,

હું આ કેવી રીતે કરીશ જેવા પ્રશ્નો સતત તેના મનમાં ગુમેરતા હોય છે અને તે દરેક પલ તણાવથી પસાર કરે છે. આવા વ્યક્તિઓએ બહાર નીકળવાનું છે. તે બાબત પર સ્ટ્રોંગ અને ખુબજ સહનશીલતા કરવાની છે જેના કારણે આવા ખોટા તણાવથી આસાનીથી મુક્ત થઈ શકીશુ.

ઘણા એવા લોકો છે કે ગમે તેવી પરિસ્થિતિ માં પણ ખુબજ વિચારો કરતા હોય છે જેને કારણે તેમાં સતત માનસિક તણાવનો ભોગ બની જાય છે. વિદ્યાર્થીઓ માં પણ આવા મુશ્કેલી જોવા મળે છે જેમાં લોકો પરીક્ષા ને લઇ ને સતત ચિંતા કરે છે તેથી તેમનું પરિણામ પણ ખરાબ આવે છે. તેને લઇ ને પણ તણાવ ઉત્તપન્ન થાય છે.

માનસિક તણાવથી દૂર થવાના ઉપાયો:-

કોઈપણ વ્યક્તિ ને ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે તો ક્યારેય તેના વિશે વિચારો ન કરવા જોઈએ અને તેનાથી મુક્ત રહીને રહેવું જોઈએ.માનસિક તણાવથી લોકો ન કરવાનું પણ કરી દે છે. આવા માણસોએ શાંત મન અને ચિત્ત થી વિચારીને તેનો ઝડપથી હલ કરવો જોઈએ અને આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ.

એક વાત દ્રારા માનસિક તણાવની વાત સમજાવીશું કે એક સાધુ મહારાજ છે જે એક મંદિર ની આગળથી પસાર થાય છે ત્યાં નવા મંદિરનું નિર્માણ થાય છે જેમાં ત્રણ કારીગર કામ કરે છે. આ સાધુ પહેલા કારીગર ને પૂછ્યું ભાઈ શુ કરો છો તેને જવાબ આપ્યો કે હું પથ્થર ને કાપી રહ્યો છું સાધુ આગળ ચાલ્યા અને બીજા ભાઈને પૂછ્યું શુ કરો છો ત્યારે ગુસ્સાથી તેને જવાબ આપ્યો કે હું મારુ ગુજરાન ચલાવવા કામ કરૂં છું.પછી ત્રીજા ભાઈ પૂછ્યું કે શું કરો છો ત્યારે ભાઈ સરસ જવાબ આપ્યો કે હું એક સુંદર મજાની મૂર્તિ બનાવી રહ્યો છું.

તો મિત્રો આ પરથી કહી શકાય કે માનસિક તણાવથી કામ પર પણ અસર થાય છે જે દરેક પલ ને હેરાન કરે છે. આ દરેક વ્યક્તિ નું કામ એક જ છે પરંતુ તેમનો દ્રષ્ટિકોણ અલગ છે. તેમાં દરેક વ્યક્તિ નું માનસિક સંતુલન સમાન નથી. કામ કરી વખતે બધો જ તનાવ દૂર કરીને કોઈ પણ કામ મન લગાવીને કરવું જોઈએ. તથા તેનું ટેંશન દૂર કરીને લોકો જોડે રહેવું જોઈએ. આમ કરવાથી તમારો બધો જ માનસિક તણાવ દૂર થશે અને તમે ખુશીથી જીવી શકશો.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.