SAVE 20210619 153742

ભારતનું સૌથી ધનિક ગામ વિશે જાણશો તો અમેરિકાને પણ ભૂલી જશો.

ધાર્મિક

મિત્રો ગુજરાતનું એક ઇન્દ્રપુરી જેવું ગામડું, જ્યાં મેટ્રો સિટીમાં પણ ન હોય તેવી સુવિધાઓ છે. મિત્રો ભારતનું આ સૌથી પૈસાદાર ગામ છે. મિત્રો આજના લેખમાં અમે તમને એક એવા ગામડા વિશે વાત કરવાના છીએ જે ગામમાં ભારતનું સૌથી વધુ પૈસા વાળુ ગામ માનવામાં આવે છે.

મિત્રો આ ગામમાં કુલ ૧૨ હજાર લોકો છે. મિત્રો એવું કહેવામાં આવે છે કે આ ગામમાંથી પ્રત્યેક ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં રહે છે. મિત્રો આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ, ભારત નું ખૂબ જ પૈસા વાળુ ગામ માનવામાં આવે છે. મિત્રો આ ગામની ચારે બાજુ, ઉડીને આંખે વળગે એવી સમૃદ્ધિ જોવા મળે છે.

મિત્રો આ ગામમાં ૮૦ ટકાથી વધારે પાટીદાર લોકો વસે છે. મિત્રો ૧૯૭૫ની સાલની પહેલા આ ગામડું પણ એક સર્વ સામાન્ય ગામ હતું. પરંતુ આ ગામમાં થઈ ગયેલા રાજનેતાઓ, પાટીદાર લોકોનો સંપ, અને શુઝબુઝ સાથે વિદેશમાં જવાની હિંમત, વતનના વિકાસની ખેવના કરવાવાળા લોકો, ગામના સુખમાં પોતાનું સુખ જોનારા વડીલો,

અને ખંતીલા જુવાન લોકોના જોસના પ્રતાપે આ ગામ એક અલબેલી નગરી બન્યું છે. મિત્રો એવું માનવામાં આવે છે કે આ ગામની ઇકોનોમી તાલુકા અને જિલ્લાઓ કરતાં પણ સ્ટ્રોંગ છે. અહીં વસવાટ કરતા દરેક લોકોમાં બેંકમાં લોન લેવા કરતાં તેમની ડિપોઝિટ વધારે હોય છે.

મિત્રો આ ગામમાં દરેક પરિવાર માંથી એક વ્યક્તિ વિદેશ જઈને પૈસા કમાય છે. આથી ધર્મજ ગામ ને NRI ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો દુનિયાના દરેક દેશોમાં આ ગામના લોકો વસે છે. મિત્રો ધર્મજ ગામના 1500 જેટલા પરિવારો એકલા બ્રિટનમાં જ સ્થાયી થયા છે.

મિત્રો માત્ર વિદેશ ની કમાણી ઉપર જ આ ગામ નભતું નથી. પરંતુ આ ગામના લોકો મહેનતુ, દેશદાઝ વાળા, સમજુ, શાણા છે. નવી પેઢી શિક્ષિત અને જમાના સાથે કદમ મિલાવવા વાળી છે. મિત્રો આ ગામના ખેડૂતો અતિ આધુનિક ઢબે ખેતી કરી ને બમણી કમાણી કરે છે.

મિત્રો આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ગામમાં કાળી તમાકુ, કેળા, ડાંગર, મરચા જેવા મબલખ પાક લેવાય છે. મિત્રો આ ગામમાં મોટાભાગે તમાકુની ખેતી થવાથી આ ગામ ને ટોબેકો ટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો મહાનગરપાલિકાને શરમાવે એવા રોડ-રસ્તાઓ નું નિર્માણ ગ્રામ પંચાયતે કર્યું છે.

મિત્રો એક આદર્શ ગામમાં જે પાયાની જરૂરિયાતો હોવી જોઈએ તે બધી જ જરૂરીયાતો આ ગામના લોકો ભોગવી રહ્યા છે. મિત્રો આ ગામમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ આવેલી છે. એન્જીનીયરીંગ ફાર્મસી અને અન્ય વિષયોની કોલેજ પણ આ ગામમાં આવેલી છે.

મિત્રો ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામ ને આરો ફિલ્ટર વાળું પાણી પહોંચાડવામાં આવે છે. મિત્રો આ ગામમાં સરકારી અને ટ્રસ્ટ દ્વારા ચાલતી સુપર સ્પેશિયાલિટી વાળી હોસ્પિટલો પણ છે. મિત્રો આ ગામ નું સૌથી મોટું આકર્ષણ અહીંની ગૌચર યોજના છે. જેને જોવા માટે દેશ-પરદેશથી લોકો અહીં આવે છે.

ગામના લોકોએ પડતર જમીન ને સમથલ કરીને પશુપાલન માટે જરૂરી ઘાસચારો અને વૃક્ષો વાવીને જમીન ને નવપલ્લવિત કરી છે. મિત્રો વિદેશમાં વસતા આ ગામના લોકો વર્ષમાં એક વખત ગામની મુલાકાત લેવા આવે છે. મિત્રો આ ગામમાં દર ૧૨મી જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદેશમાં સ્થાયી થયેલા લોકો વતનના મુલાકાતે આવે છે.

મિત્રો ધર્મજ ગામની લોકપ્રિયતા એટલી બધી વધી છે કે આ ગામમાં વિદેશથી લોકો આવે છે. પિકનિક મનાવવા માટે આવતા શહેરના વિદ્યાર્થીઓ માટે ધર્મજ ગામ એક અદ્ભુત પિકનિકની જગ્યા છે. મિત્રો આ ગામમાં વોટરપાર્ક અને મનોરંજન પાર્ક પણ આવેલા છે. મિત્રો વિદ્યાર્થીઓની બસો ભરીને ધર્મજ ગામ માં પિકનિક કરવા માટે આવે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવી દો.