20230824 160050

ધનવાન બનવાની ઈચ્છા પૂરી કરશે આ ઉપાય, મહાલક્ષ્મી ની વરસશે કૃપા.

Religious

ધનવાન બનવાની ઈચ્છા પૂરી કરશે આ ઉપાય, મહાલક્ષ્મી ની વરસશે કૃપા.

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને પૈસા કમાવવાની ઇચ્છા હોય છે અને દરેક વ્યક્તિ પૈસાને લઈને ખૂબ જ ચિંતિત નજર આવે છે. તમને અત્યારે એવો કોઈ પણ વ્યક્તિ જોવા મળશે નહીં, જેને પૈસાની જરૂરિયાત ના હોય.

લગભગ બધા જ લોકોને પૈસાની આવશ્યકતા હોય છે અને આ માટે તેઓ દિવસ-રાત કડી મહેનત પણ કરતાં હોય છે પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિનું ભાગ્ય તેને સાથ આપતું નથી, જેના કારણે હંમેશા પૈસાની કમી રહે છે.

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે મોંઘી ગાડી હોય, પોતાનું મકાન હોય અને ઘર પરિવારમાં બધી વૈભવની વસ્તુઓ હોય… પરંતુ આ બધી ચીજવસ્તુઓ માટે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. જે મનુષ્ય પાસે હોતા નથી. પૈસાની કમી ના કારણે મોટાભાગના લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી અને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો પાસે પૈસા તો આવે છે પરંતુ તે લાંબા સમય સુધી ટકી શકતા નથી. જેના કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ જીવનમાં પૈસા સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ,

જેને કરવા માત્રથી તમે જીવનમાં પૈસાની કમીનો સામનો કરશો નહીં અને તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો દરેક વ્યક્તિ ધનની સમસ્યા દૂર કરવા માંગે છે પંરતુ તેના પર માતા લક્ષ્મીની કૃપા હોવી ખૂબ જરૂરી છે. માન્યતાઓ પ્રમાણે ચોખા શુક્ર ગ્રહ સાથે જોડાયેલ અનાજ બાંધવામાં આવે છે.

આ જ કારણ છે કે દરેક પૂજાપાઠમાં તિલક દરમિયાન ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજામાં ચોખા અર્પણ કરવા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જો તમે માતા લક્ષ્મીને અર્પણ કરેલા ચોખા ના દાણામાંથી 21 દાણા એક કાગળમાં બાંધીને પર્સમાં રાખી દો છો તો તમારા જીવનમાં પૈસા સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

પીપળના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જો તમે પીપળના પાનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લો છો અને તેના ઉપર કેસરથી શ્રી લખીને તેને પર્સમાં રાખી દો છો તો તમારા પર્સમાં ક્યારેય પૈસાની કમી રહેશે નહીં અને જીવનમાં ધન સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થશે.

તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે પર્સ અને ચાવી જેવી વસ્તુઓને ક્યારેય ટેબલ પર રાખવી જોઇએ નહીં. કારણ કે આવું કરવાથી ઘરમાં પૈસાની તંગી આવે છે. આ માટે તમારે આ કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત જગ્યા રાખવી જોઈએ.

જો તમે તમારા ગુરુ અથવા જે ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તેમની તસવીર પર્સમાં રાખો છો તો તમને પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ બધી તસવીરોને પર્સમાં રાખવાથી ખરાબ સમયનો અંત આવે છે અને અધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *