20230821 211503

તુલસીના આ ઉપાય થી બે મિનિટમાં બદલાઈ જશે તમારી કિસ્મત, માતા લક્ષ્મી દોડયા ચાલ્યા આવશે તમારા ઘરે

ધાર્મિક

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસી હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં અને ભારતીય સંસ્કૃતિમાં તુલસી ને માતા લક્ષ્મી નું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કાર્યોમાં તુલસી નો ઉપયોગ થતો હોય છે. ભગવાનને ભોગ ધરાવવા માટે પણ તુલસી દલનો ઉપયોગ કરવામાં આવે છે. 

મિત્રો આજના આ લેખમાં અમે તમને તુલસીના કેટલાક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં પણ તુલસી ને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી માં ત્રિદેવ નો વાસ રહેલો હોય છે. 

તુલસી દ્વારા કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો વ્યક્તિનું કિસ્મત બદલાઈ જાય છે. મિત્રો અચાનક તમારા ઘરે તુલસી સુકાઈ જતી હોય અથવા તો તુલસીના પાન ખરી જતા હોય અત્યારે તમારે સમજવું જોઈએ કે તમારા ઘર પરિવાર પર  કોઈની ખરાબ નજર લાગી ગઈ છે.

મિત્રો જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે ખાસ કરીને તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના ચમત્કારિક ઉપાય જે વ્યક્તિના જીવનમાં આવનારી દરેક મુસીબતોને પાર કરી શકે છે. અનિદ્રા ની  સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે નિયમિત રૂપે તુલસીના 7 પાન લઈને રાત્રે સૂતા સમયે તકિયા નીચે લઈને સુઈ જાવો સવારે આ પાન ને તુલસીના છોડ નીચે મૂકી દો.

મિત્રો અનિંદ્રા ની  સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો કોઇ પણ શુભ કાર્ય કરવા માટે તમે ઘરેથી બહાર નીકળો ત્યારે તુલસીના ત્રણ પત્તા જોડે લઈને નીકળો અને તુલસીનું સેવન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરીને શુભ કાર્યની શરૂઆત કરો આમ કરવાથી તમે જે કાર્ય માટે નીકળો છો. તે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

મિત્રો ઘરમાં હંમેશા તુલસીનો છોડ હોવો જોઈએ. જે લોકોના ઘરમાં તુલસી માતા હોય છે તે લોકોના ઘર માંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. મિત્રો નિયમિત રૂપે પૂજાઘરમાં તમારા ઇષ્ટદેવને તુલસીદલ અર્પણ કરવાથી તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે,

અને તમારા ઈષ્ટ દેવની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર રહે છે. ઘર-પરિવારમાં જ્યારે કોઈ વ્યક્તિ ની  ખરાબ નજર લાગી હોય તેવા સમયે તુલસીના 7 પાન અને થોડી કાલી મિર્ચ લઈને એ વ્યક્તિના શરીર પરથી સાત વખત  ફેરવી ને વહેતા જળમાં અર્પણ કરવાથી ખરાબ નજર દૂર થાય છે. 

મિત્રો તુલસીને આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન આપવામા માં આવ્યું છે. આયુર્વેદની દૃષ્ટિએ તુલસી એક ગુણકારી ઔષધિ માનવામાં આવે છે. તુલસી ના નિયમિત ઉપયોગથી આપણે આપણા સ્વાસ્થ્યને સ્વાસ્થ્ય ખૂબ જ સારુ રાખી શકીએ છીએ.