20230712 180943

ધંધામાં વધારવી હોય આવક કે ઘરમાં લાવવી હોય સમૃદ્ધિ તો રાત્રે સુતા પહેલા બોલો આ બે શબ્દનો મંત્ર, પછી જુઓ થશે ચમત્કાર.

ધર્મદર્શન

મિત્રો દરેક વ્યક્તિને તેના જીવનમાં સુખ અને સમસ્યા બંનેનો સમય જોવો પડે છે. જીવનમાં સુખ અને દુ: ખ એક પછી એક આવતા જતા રહે છે. સુખનો સમય માણસ માણે છે પરંતુ દુખનો સમય આવે ત્યારે તે ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરે છે. ત્યારે જીવનમાં આવેલી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણું બધું કરે છે.

આજે તમને જીવનની સમસ્યાઓથી મુક્તિ અપાવે તેવા ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાય તમને જીવનની દરેક પ્રકારની સમસ્યાથી મુક્તિ અપાવશે.

આ ઉપાય કરવાથી જીવનના દુ: ખ દુર થઈ જશે અને આર્થિક સ્થિતિ સુધરશે. આજે તમને જણાવીએ કે જીવનની સમસ્યાઓથી મુક્તિ કેવી રીતે મેળવવી.

જીવનના સંકટને એક ક્ષણમાં દુર કરતા આ ઉપાય ભોળાનાથને પ્રસન્ન કરે છે. જ્યારે ભોળાનાથ કોઈ ઉપર પ્રસન્ન થઈ જાય છે તો તેના જીવનમાંથી સમસ્યાઓ દુર થાય છે અને સુખ જ સુખ તેને પ્રાપ્ત થાય છે. આજે તમને આવા જ ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે.

કહેવાય છે કે જેના પર ભોળાનાથની કૃપા હોય તેના જીવનમાં કોઈ સમસ્યા કે બાધા આવતી નથી. તેવામાં સૌથી પહેલો અને સરળ ઉપાય તો એ જ છે કે તમે રોજ ભોળાનાથના મંત્રનો જાપ કરો. તમે સાચા મન અને શ્રદ્ધાથી “ઓમ નમ: શિવાય” મંત્રનો જાપ રોજ કરશો તો પણ તમે જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવશો.

જો આર્થિક નબળી સ્થિતિના કારણે તમારા પર કરજ વધી ગયું છે તો આ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર છે “ઓમ હ્રીમ હ્મૈ નમ: શિવાય.” આ મંત્રનો જાપ કરવાથી કરજમાંથી મુક્તિ મળે છે.

જો દાંપત્યજીવનમાં સમસ્યા હોય અને પતિ પત્ની વચ્ચે ક્લેશ થતો હોય તો આ સમસ્યાને દુર કરવા માટે પણ એક મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી દાંપત્યજીવન સુખમયી રહે છે. આ મંત્ર છે “ઓમ પાર્વતીપતયે નમ:” આ મંત્રનો જાપ કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધ મુધર બને છે.

જો શત્રુ બાધા હોય અને શત્રુઓથી મુક્તિ મેળવવી હોય અને તેમની ઝેર જેવી વાતોને પણ શાંત કરવી હોય તો આ મંત્રનો જાપ કરો. “નમો નીલકંઠાય” આ મંત્રના જાપથી શત્રુ બાધા દુર થાય છે.

જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અને તેના કારણે જીવનમાં સમસ્યાઓ આવતી હોય, ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે હોય અને ક્લેશ પણ થતો હોય તો “ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તિયે મહાય મેધા પ્રયાચ્છ સ્વાહા” આ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો ઘરમાં જાપ કરવાથી વાસ્તુ દોષ દુર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે.

આ સિવાય માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે તમે આ બે શબ્દના મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્ર છે “ સા તા ના મા “ આ મંત્ર મનને શાંત કરે છે. આ સિવાય રાત્રે ચિંતા મુક્ત થઈને ઊંઘ કરવી હોય તો હર હર મુકુન્દે મંત્રનો જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *