મિત્રો ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે છે. મિત્રો આજના લેખમાં અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા પર્સમાં એવી કેટલીક વસ્તુઓ રાખી લો જેથી અનેક સમસ્યાઓ થી છુટકારો પ્રાપ્ત કરી શકાય. અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. મિત્રો આ ઉપાય કરવાથી તમારું પાકીટ ધન થી ભરેલું રહેશે.
મિત્રો હંમેશા તમારા પર્સમાં તમારા પરિવારનો ફોટો રાખવો જોઈએ. મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યાં પરિવારમાં સુખ શાંતિ રહે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો સદાય વાસ હોય છે. પીપળાના વૃક્ષ ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યુ છે.
પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ નો વાસ રહેલો હોય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક પીપળાના વૃક્ષના પાન ને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરીને તેને તમારા પર્સમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારુ પર્સ ખાલી થશે નહીં અને ધનથી ભરેલું રહેશે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક નાના લાલ કપડા પર તમારી મનોકામના લખીને, તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે લખીને તમારા પર્સમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ થશે. મિત્રો મોર પંખ ખૂબ જ પવિત્ર વસ્તુ છે. અને ભગવાન કૃષ્ણને પ્રિય માનવામાં આવે છે.
મોર પંખ ને બેડરૂમમાં લગાવવાથી દાંપત્યજીવન સુખમય રહે છે. મિત્રો મોર પંખ ને પર્સમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો ચોખાનો ઉપયોગ દરેક ધાર્મિક કાર્યમાં થતો હોય છે. તાંત્રિક વિધ્યા માં પણ ચોખાનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે.
મિત્રો તમારા નિત્ય પૂજામાં પૂજા કરેલા ચોખા અથવા તો માતા લક્ષ્મીને અર્પણ કરેલા ચોખાના 21 દાણા તમારા પર્સમાં રાખવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ચાંદીનો સિક્કો પર્સમાં રાખવાથી આવકમાં વધારો થાય છે. ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
મિત્રો કોડી ખૂબ જ પવિત્ર વસ્તુ છે. દરેક ધાર્મિક કાર્યોમાં કોડી નો ઉપયોગ થતો હોય છે. કોડીનો ચમત્કારિક ઉપયોગ કરવાથી જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. મિત્રો એક નાની કોડીને પર્સમાં રાખવાથી ધનની કમી થતી નથી. ધન મા હંમેશા વધારો થાય છે.
મિત્રો ગોમતીચક્ર કુબેર દેવ ને ખૂબ જ પસંદ છે. ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વેપાર વ્યવસાયમાં ઉન્નતિ જોવા મળે છે. ગોમતી ચક્રની વીંટી બનાવીને તેને ધારણ કરવાથી જીવનમાં આવનાર ધનની સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એક નાનુ ચપ્પુ પર્સમાં રાખવાથી ખરાબ નજર દૂર રહે છે.
ખરાબ નજરથી બચવા માટે એક નાનુ ચપ્પુ તમારા પર્સમાં હંમેશા રાખવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીને અર્પણ કરેલા થોડાક સિક્કા પર્સમાં રાખવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાયો કરવાથી જીવનમાં આવનાર ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.