મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને કાલે શ્રાવણ મહિનાનો મોટો શુક્રવાર છે. મિત્રો શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. જો મિત્રો શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ખૂબ જ ધન આવશે. પરિવારમાં શાંતિ રહેશે. દરેક કાર્યમાં તમને સફળતા મળશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
મિત્રો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન રહેશે. આ ઉપાય શ્રાવણ મહિનામાં શુક્રવારના દિવસે કરવાથી ભગવાન શિવની પણ કૃપા તમારા પર બની રહેશે. મિત્રો હિન્દુ શાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે. મિત્રો આ ચમત્કારિક ઉપાયો કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહેશે.
મીત્રો માતા લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરવાથી તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. અને ઘરના સભ્યો વચ્ચે સારા સંબંધો રહેશે. ઘરમાં માતા લક્ષ્મી વાસ કરશે અને ઘરની અંદર ગરીબાઈ આવશે નહીં. મિત્રો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને કુમકુમથી તીલક કરવું જોઈએ. અને તેમનો શૃંગાર કરવો જોઈએ.
આવું કરવાથી તમારું દાંપત્ય જીવન ખૂબ સરળતાથી ચાલે છે. તેમાં કોઇ અડચણ આવતી નથી. મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. રસોઇ ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવા થી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
મિત્રો શુક્રવારના દિવસે તમારે મીઠા વગરની રોટલી બનાવીને ગોળ સાથે ગાયને ખવડાવવી જોઈએ. આવું કરવાથી તમારા ઘર પરિવારમાં દરેક સભ્યો નું સ્વાસ્થ્ય સારું રહે છે. ઘરમાં કોઈ બીમારી આવતી નથી. મિત્રો શુક્રવારના દિવસે પાંચ દાણા એલચીના એક લાલ કપડામાં બાંધીને તેની પોટલી બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દેવાની છે.
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરશે. અને ઘર માં ધનની કમી રહેશે નહીં. મિત્રો કાલે શુક્રવારના દિવસે તમારા રસોડામાં ચોખા નો ડબ્બો છે, તેમાં તમારે એક વસ્તુ રાખી લેવાની છે. પરંતુ તે પહેલા ચોખા ના ડબ્બા ને સ્વચ્છ પાણીથી સાફ કરી લો. પછી તેમાં નીચે 7 આખા લવિંગ લેવાના છે.
આ લવિંગ એક પણ બાજુથી તૂટેલા ન હોવા જોઈએ. નહીં તો તમારો આ ઉપાય ખરાબ થઈ જશે. તો મિત્રો બરાબર ધ્યાન રાખો કે લવિંગ આખા હોવા જોઈએ ત્યાર પછી આ ડબ્બામાં આ 7 લવિંગ મૂકી દો. અને પછી તેના ઉપર ચોખા મૂકી દો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય રહેશે.
તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઇ સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. આર્થિક પરેશાનીઓ દૂર થશે. નોકરી ધંધામાં ખૂબ જ પ્રગતિ જોવા મળશે. તમે ઉધાર લીધેલા પૈસા પણ જલ્દીથી ચૂકવી શકશો.