20210525 092700 min scaled 1

દેવાયત પંડિતની આગમવાણી પડી રહી છે એકદમ સાચી, જાણો ક્યારે અને કેવી રીતે થશે પૃથ્વીનો અંત? જાણીને ચોંકી જશો તમે…

Religious

દેવાયત પંડિતની આગમવાણી પડી રહી છે એકદમ સાચી, જાણો ક્યારે અને કેવી રીતે થશે પૃથ્વીનો અંત? જાણીને ચોંકી જશો તમે…

ગુજરાતના ખ્યાતનામ પંડિત દેવાયત વિશે તો તમે બધા સારી રીતે જાણતા હશો. તેઓએ હજારો વર્ષો પહેલા પૃથ્વી વિશે એવી ઘણી વાતો વિશે ભવિષ્યવાણી કરી દીધી છે, જે આજે એકદમ સાચી પડી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેવાયત પંડિતે આ આગમવાણી હાલમાં નહીં પંરતુ હજારો વર્ષ જૂની છે. આજ ક્રમમાં તેઓએ પૃથ્વીના અંત વિશે તેમના ભજનના ઉચ્ચારણ કર્યું છે.

દેવાયત પંડિત એક એવા વ્યક્તિ હતા જેઓને ત્રિકાળ જ્ઞાન હતું. આજ કારણ છે કે તેઓએ તેમના સમયમાં પૃથ્વીના અંત વિશે આગમવાણી કરી હતી. તેઓએ કહ્યું છે કે બધા જ શહેરો સુના પડી જશે અને આખી ધરતી પર યુદ્ધના વાહનો દોડવા લાગશે.

આ સાથે સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાઈ જશે પંરતુ લોકો તેમની ક્યાંય ફરિયાદ કરી શકશે નહીં. આ વાત આજે સાચી પડી રહી છે. કારણ કે આજે જ્યારે કોઈ સ્ત્રીની આબરૂ લૂંટાઈ જાય છે ત્યારે તે કોઈની સામે ફરિયાદ કરી શકતી નથી.

તેઓએ આગળ કહ્યું કે એક સમય એવો પણ આવશે જ્યારે પુસ્તકો અને જ્ઞાની લોકોનું મહત્વ રહેશે નહિ અને લોકો તેની અવગણના કરશે. આ સાથે લોકો પ્રાચીન શાસ્ત્રોને પણ ખોટા ગણાવશે. જે લોકો નીડર અને બળવાન છે તેઓ પણ શાંતિથી આ દરેક વસ્તુ જોઈ રહેશે. સમગ્ર પૃથ્વી પર કઠોર અને અજ્ઞાની લોકોનું રાજ રહેશે.

સમગ્ર પૃથ્વી પર બહુ ઓછી સંખ્યામાં ઝાડ અને પ્રાણીઓ નું અસ્તિત્વ રહેશે. લોકો યુદ્ધ અને બીમારીઓના લીધે મૃત્યુ પામશે. કોઈ પણ વ્યક્તિ માં માનવતા જેવું કંઈ બાકી રહેશે નહીં. બધા જ લોકો એકબીજાના દુશ્મન બની જશે. નદીઓ અને જળાશયો નું પાણી સુકાઈ જશે.

ભૂમખરો જેવી પરિસ્થિત સર્જાશે. ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં કલ્કી અવતાર ધારણ કરીને રથ લઈને ધરતી પર અવતરિત થશે. જેમના રથ પર હનુમાનજી બિરાજમાન હશે. જો તમે થોડુંક મન લગાવીને આ બધી વાતોને સમજશો તો તમને તેના વિશે ચોક્કસ ખ્યાલ આવશે.

જો તમે આવા જ લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.