મિત્રો આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં એવા ઘણા સંતો થઈ ગયા જે પોતાની ત્રિકાળ દ્રષ્ટિથી દુનિયામાં આવનાર સમયમાં શું થવાનું છે એનું ભવિષ્ય જોઈ શક્તા હતા. અને જે શબ્દો તેમના મુખમાંથી નીકળતા હતા તે શબ્દો ભજન સ્વરૂપે તેઓ તેમના ગ્રંથમાં ઉતારી લેતા હતા. એવા જ એક ભજનીક પંડિત થઈ ગયા જેમનું નામ હતું દેવાયત પંડિત.
દેવાયત પંડિતનો જન્મ ગુજરાતના જુનાગઢ પાસે આવેલા વંથલી ગામમાં થયો હતો. દેવાયત પંડિતને બાળપણથી જ વેદ શાસ્ત્રો, ગ્રંથો અને ભજનમાં ખૂબ જ રસ હતો. કાશી ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરીને તેઓ દેવાયત પંડિત ના નામથી ઓળખાયા. ગુજરાતમાં આજે પણ દેવાયત પંડિત ના ભજનો ખૂબ જ ગાવામાં આવે છે.
જે ભજનોમાં હાલના વર્તમાન સમયનો ઘણો જ સાર જોવા મળે છે. દેવાયત પંડિતે તેમની પત્નીને કહ્યું કે તે સતી મને જે આગમ દેખાઈ રહ્યા છે તે કદી ખોટા ન હોઈ શકે. અને હું તમને જે કહું તે સાંભળો કે કળિયુગમાં એવો સમય આવશે કે પાણી અને અનાજ પૈસાથી વેચાશે.
દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી અગમવાણી અનુસાર લોકો નાત-જાત ભૂલીને જ્ઞાતિ પર જ્ઞાતિ વિવાહ કરશે. મિત્રો દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી અનુસાર કુવારી કન્યા બાળકને જન્મ આપશે. આવા દિવસો મને દેખાઈ રહ્યા છે. તેવું દેવાયત પંડીત ની આગમવાણી માં જાણવા મળે છે.
ત્યારબાદ દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી આગમવાણી અનુસાર પાણી પડીકામાં વેચાશે અને અગ્નિ માટે લોકો ખીસ્સામાં લાઇટર રાખશે. મિત્રો દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની અગમવાણી હાલના સમયમાં સાચી પડી રહી છે.
દેવાયત પંડિતે તેમની પત્નીને પહેલી અગમવાણી માં એવું જણાવ્યું કે વરસાદ પહેલા તોફાની પવન ફૂંકાશે, અને નદીઓમાં નીર હશે નહીં. દેવાયત પંડિતનાં જણાવ્યા અનુસાર ઉત્તર દિશા તરફ થી સાહબો આવશે સાહબો એટલે કલ્કી અવતાર. અને તેમની સાથે હનુમાન વીર હશે.
દેવાયત પંડિત ના કહેવા પ્રમાણે ધરતી માથે મોટા મોટા યુદ્ધના વહાણો ચાલવા લાગશે. અને મોટા મોટા શહેરો સુના થવા લાગશે. દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી અગમવાણી અનુસાર પૈસા સંપત્તિ અને સ્ત્રી લૂંટાવા લાગશે. જેમનું કોઈ ફરિયાદ પણ નહીં હોય અને સાંભળનાર પણ કોઈ નહીં હોય.
મિત્રો કે આજના સમય પ્રમાણે સત્ય સાબિત થઇ રહ્યું છે. દેવાયત પંડિતનાં જણાવ્યા અનુસાર આ ધરતી ઉપર પાપનો ઘડો ભરાઈ ગયો છે. દેવાયત પંડિતનાં જણાવ્યા અનુસાર કેટલાક લોકોને ભગવાન અસ્ત્રથી મળશે અને કેટલાક લોકોને રોગોથી મારશે.
દેવાયત પંડિતનાં જણાવ્યા અનુસાર કળિયુગમાં એવા ધર્મની સ્થાપના થશે જીમના ધર્મગ્રંથો ખૂબ જ ખોટા હશે. દેવાયત પંડીતની અગમવાણી અનુસાર ભગવાન કલ્કિ અવતાર કાંકરિયા તળાવે તંબુ તાણશે. આ સમયે દરમિયાન સો સો ગામની સીમ આ રળિયામણી હશે અને તેમની સાથે અર્જુન અને ભીમ હશે.
અને ત્યાર પછી ભગવાન કલ્કિ કાયમને માટે કળિયુગને માળશે. તો મિત્રો આ પ્રકારની એ ભવિષ્ય વાણી પંડિત દેવાયત દ્વારા કરવામાં આવી છે અને હાલના સમયમાં તે ખૂબ જ સચોટ અને સાચી સાબિત થઈ રહી છે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.