મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ધન આકર્ષિત કરવા માટે એવી કેટલીક અદ્રશ્ય શક્તિઓ નો કઈ રીતે તમે સહારો લઇ શકશો. મિત્રો કોઈ પણ વ્યક્તિના જીવનમાં ધનની પરેશાની થઈ જાય અને વ્યક્તિઓ દેવામાં ડૂબી જાય તો તે વ્યક્તિના જીવનમાં ધરતી ઉપર પણ નર્ક જેવું લાગે છે. અને જેના જોડે આવી પરિસ્થિતિ સર્જાય છે. તેના ઘર પરિવારમાં કલેશ અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
મિત્રો આ બધી જ ખરાબ હાલત શુક્ર ગ્રહ ને લીધે થાય છે.
મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિ તિજોરીમાં અને પોતાના પર્સમાં પૈસા રાખે છે. ત્યારે ધ્યાન રાખ્યા વગર ગંદા હાથે પૈસા ને સ્પર્શ કરે છે. તો મિત્રો ક્યારેય પણ એઠા હાથ અને ગંદા હાથ વડે પૈસા ને સ્પર્શે ન કરવો જોઈએ.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દસ રૂપિયાના સિક્કા સાથે જોડાયેલો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો જે વસ્તુ માટે તમે સખત મહેનત કરો છો, તે વસ્તુને તમારી આદરપૂર્વક અને સ્વચ્છ હાથે જ તેનું સ્પર્શ કરવો જોઈએ. મિત્રો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની તમારા ઉપર કૃપા બની રહે. તો તેના માટે તમે તમારા પર્સમાં અને તિજોરીમાં પૈસા રાખો છો, તેના માટે તમારે ધન નું સન્માન કરવું જોઈએ.
મિત્રો સાંજના સમયે સૂરજ આથમે પછી ક્યારેય પણ તમારે ઉધાર પૈસા કોઈને ન આપવા જોઈએ. કેમકે આ સમયે ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી ન શકે. અને જો આ પૈસા તમને મળી જશે તો તેનો વ્યર્થ ખર્ચ થઇ જશે.
મોટાભાગના વ્યક્તિઓએ પોતાના ઘર પરિવારના સભ્યો ની જરૂરિયાત પૂરી કરવા માટે કરજમાં ડૂબી જતા હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ચમત્કારી ઉપાયો કરવા જોઈએ
મિત્રો આ બધી શાસ્ત્રોમાં જણાવેલી વાતો છે જે અમુક લોકોને ખબર નથી હોતી. જેના લીધે ધન હાની અને વ્યર્થ ખર્ચા થતા હોય છે. એટલા માટે મિત્રો સૂરજ આથમ્યા પછી ક્યારેય પણ કોઈને ઉધાર પૈસા ન આપવા જોઈએ.
મિત્રો ઘણા લોકોને એ સમસ્યા હોય છે કે તેમના ઘરમાં ધન તો આવતું નથી અને ખર્ચાઓ એટલા બધા વધી જાય છે અને તેમને ખર્ચા પૂરા કરવા માટે ઉધાર પૈસા લેવા પડે છે અને તે વ્યક્તિ દેવામાં ડુબવા લાગે છે. તો મિત્રો તેવા સમયે તમારે ઉધાર પૈસા લેતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની છે.
મિત્રો ખાસ કરીને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંગળવાર અને શનિવાર ના દિવસે ઉધાર પૈસા ન લેવા જોઇએ અને કોઈને ઉધાર પૈસા ના આપવા જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર 10 રૂપિયાનો સિક્કો અથવા તો પાંચ રૂપિયાનો કોઈ પણ સિક્કો તમારે 41 દિવસ સુધી તમારા ખિસ્સામાં રાખવાનો છે.
અથવા તો ઓછામાં ઓછા 24 કલાક તો તમારે સિક્કો તમારી પાસે રાખવાનો છે. મિત્રો જ્યાં પણ તમારે જવાનું હોય ત્યાં તમારે આ સિક્કા ને જોડે લઈને જવાનું છે. મિત્રો આ સિક્કા અને તમારે રાત્રે પણ તમારા તકિયા નીચે રાખીને સૂવાનું છે.
મિત્રો 41 દિવસ સુધી તમારે આ સિક્કા ને તમારી પાસે રાખવાનો છે. મિત્રો આવું કરવાથી તમારું જેટલું પણ દૂરભાગ્ય છે, અને જેટલી પણ તમારી ધનની મુશ્કેલી છે, અથવા તો કોઈ પણ દેવાની સમસ્યા છે. આ બધી જ સમસ્યાઓ તમારી જોડે રહેલા સિક્કા માં સમાઈ જશે.
ત્યાર પછી તમારે આ સિક્કાને કોઈ પૂનમના દિવસે આકડાના છોડ જોડે જઈને દબાવી દેવાનો છે. ત્યારબાદ તમારે ઉપરથી કાચું દૂધ તેના ઉપર અર્પણ કરવાનું છે. ત્યાર પછી તેના ઉપર થોડા ચોખા નાખવાના છે.
મિત્રો આ ઉપાય કર્યાના થોડા દિવસ પછી તમે અનુભવશો કે તમારા ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ આવી જશે. કેમકે આંકડાના છોડની આજુબાજુ અદ્રશ્ય શક્તિઓ રહેલી હોય છે. અને આંકડાના છોડની બાજુમાં મહાકાળી માતા નો વાસ રહેલો હોય છે.
મિત્રો કોઈ પણ વ્યક્તિના જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓ અને મુશ્કેલીઓ હોય તેમને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ.
મિત્રો એક બીજો ઉપાય કરવા માટે સૌથી પહેલાં સવારે વહેલા ઉઠી સ્નાન સ્વચ્છ કપડાં ધારણ કરવાના છે. ત્યારબાદ તમારી એક બાજોઠ ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ની સ્થાપના કરવાની છે.
વિધિવત રીતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવાની છે. ત્યારબાદ એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ અને થોડું ગંગાજળ ભરીને રાખવાનો છે. મિત્રો આટલું થઈ ગયા પછી એક 10 રૂપિયાનો સિક્કો તમારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં મૂકવાનો છે.
ત્યારબાદ 10 રૂપિયાના સિક્કા ઉપર ચંદન અથવા તો સિંદૂરથી તિલક કરવાનું છે. ત્યારબાદ વિધિવત રીતે આ દસ રૂપિયાના સિક્કા ની પૂજા કરવાની છે ત્યારબાદ આ સિક્કા ને તાંબાના લોટામાં મૂકી દેવાનો છે.
ત્યારબાદ બીજા દિવસે સવારે દસ રૂપિયાના સિક્કા ને પીળા રંગના કપડામાં પોટલી બનાવીને તમારા ઘરમાં ધન રાખવાની જગ્યાએ મૂકી દેવાનું આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે.