20210215 000841

ઘરે જ બનાવો એકદમ સોફ્ટ દહીંવડા..

ધાર્મિક

સામગ્રી:-

250 ગ્રામ અડદ ની દાળ,
200 ગ્રામ તાજું દહીં
આંબલી,લીલા ધાણા,
મરચા,સ્વાદ અનુસાર મીઠું,
લાલ મરચું,જીરું,
કાલા નમક ,જરૂરીયાત મુજબ તેલ
ગોળ,સેવ

બનાવવાની રીત:-

સૌ પ્રથમ અડદ ની દાળ ને ચાર કલાક સુધી પાણીમાં પલાળીને રહેવા દો.પછી મિક્સર માં નાખી ને તેને ક્રશ કરી લો.પછી તેમાં મીઠું અને જીરું નાખીને 10 મિનિટ સુધી એકજ દિશામાં હલાવતા રહો.આ વડા નું ખીરું તૈયાર છે.

હવે મીઠું દહીં બનાવવા માટે દહીં ને બ્લેન્ડર વડે થોડું ક્રશ કરી તેમાં થોડી ખાંડ અને કાળા નમક નાખીને હલાવી તેમાં સાદું મીઠું નાખી દેવાથી તમારું દહીં તૈયાર કરી છે.

તેમાં ખાટી-મીઠી ચટણી બનાવવા માટે ગરમ પાણી માં આંબલી નાખી તેને થોડી વાર પછી મિક્સર વડે એકરસ કરી તેમાં ગોળ અને મીઠું તથા કાશમીરી લાલ મરચું નાખવું અને તેને સતત હલાવતા રહેવું જ્યારે ઘટ્ટ થાય એટલે તમારી ચટણી તૈયાર છે.

તીખી ચટણી એટલે કે લીલાં ધાણા અને લીલા મરચા ને મિક્સ કરીને તેમાં થોડું મીઠું અને જીરું નાખીને ક્રશ કરવી જેથી લીલી ચટણી તૈયાર છે.

હવે દહીંવડા નો મસાલો બનાવવા એક નોનસ્ટિક તવીમાં જીરું,અજમો નાખીને તેને હલાવો. ત્યારબાદ શેકાય જાય એટલે તેમાં લાલ મરચુ,કાલા નમક,ચાટ મસાલો અને ફુદીનાનો પાઉડર નાખીને મિક્સરમાં દળવાથી દહીંવડા નો મસાલો તૈયાર છે.

હવે બધુ જ તૈયાર થઈ જાય પછી એક કડાઈમાં તેલ લઈ ને ગરમ કરો તેમાં હાથની મદદથી એક-એક વડા મુકતા જાઓ. તેને ધીમા તાપે થવા દઈશું.પછી ઠંડા થઈ જાય એટલે નવશેકા પાણીમાં 2 મિનીટ માટે વડાને રહેવા દેશું.તેમાંથી હાથની મદદથી વધારાનું પાણી દૂર કરી દેવું.

હવે એક ડીશમાં વડા ને ભાગી ને તેમાં આંબલી, દહીં,લીલીચટની નાખી પછી ઉપર મસાલો નાખવો ત્યારબાદ કોથમીર અને સેવ નાખીને દહીંવડા સર્વ કરી શકો છો.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજ ઓમાં અવશ્ય share કરો.