મિત્રો બધા પ્રાણીઓમાં ગાય ને માતા નું સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં બધાજ દેવતાઓનો વાસ જોવા મળે છે. તેને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરે છે. તેમાં રહેલા તેત્રીસ કરોડ દેવતાઓ ગાય માતાના અંગ માં રહેલા હોય છે.
જે લોકો ગાય માતા ની સેવા કરે છે તે બઘી જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેના મુખમાં ત્રણ દેવોનો વાસ હોય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તેમાં લષ્મી માતા પણ બિરાજે છે આથી તેમની પૂજા કરવાથી બધા જ દેવો ખુશ થાય અને ધનની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ગાય માતાની પૂજા કરી હતી તેથી તેમને પણ સંદેશો આપ્યો કે ગાય માતાની સેવા અર્ચના કરવી જોઈએ. ઘણા વર્ષોથી ગાય ને રોટલી ખવડાવવા ની પરંપરા ચાલી આવે છે જેના કારણે લષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
ગાય માતા ને નિયમિત રીતે રોટલી ખવડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ગાય માતાને રોટલી ખવડાવવાનાપણ નિયમો હોય છે. ગાય માતા ને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવી જોઈએ. તેને નવી બનાવેલી રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે.
ગાય માતા ને વાસી રોટલી ખવડાવવાથી પાપના ભાગીદાર બની શકાય છે. ગાય ને સુકી રોટલી ખવડાવવી ના જોઈએ. તેમાં ગોળ અને ઘી નાખીને ખવડાવવાથી માં લષ્મીજીની કૃપા થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે.
સૌથી પહેલા બનાવેલી રોટલી ગાય માતા ને ખવડાવવી જોઈએ તેનાથી પૂણ્યની પ્રાપ્તિ થાય છે. ગાય માતાને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવી જોઈએ. તેનાથી દેવો પણ ખુશ થતા નથી. બીજું એક છે કે ગાય માતા થી બીક લાગે એટલે રોટલી ફેંકી દેવી ન જોઈએ તેના કારણે પાપ ના ભાગીદારી બનીએ છીએ.
ભોજન બનાવતા પહેલા અવશ્ય સ્નાન કરવું જોઈએ. તમારા હાથેથી રોટલી ખવડાવવી જોઈએ અને બે હાથ જોડી વંદન કરવા જોઈએ. પોતાની જાતે સાત્વિક ભોજન કરવુ જોઈએ. માંસાહારી ભોજન નો ઉપયોગ કરી ને ગાયમતાને કયારેય રોટલી ન ખવડાવવી જોઈએ.
ગાય માતા ને પાલક ખવડાવવાથી પણ સારું પુણ્ય મેળવી શકાય છે. તેના કારણે તમારી કુંડળીમાં માં રહેલા ખરાબ ગ્રહોની પરિસ્થિતિ પણ દૂર થાય છે અને ગરીબી માંથી છુટકારો મળે છે. તેના પગમાં રહેલી માટીને માથામાં તિલક કરવાથી તીર્થો માં સ્થાન મળે છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ગાય માતાની સેવા કરવાથી તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ખુશ થાય છે અને તેમની કૃપા સદાય તમારા પર રહે છે. તેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમારું જીવન ઉજ્જવળ બને છે. તેથી તમારે પણ રોજ ગાય માતા ને રોટલી ખવડાવવી જોઈએ.
આવી જ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે નીચેવાળું લાઈક બટન દબાવીને અમારા આ પેજને લાઈક કરી લ્યો અને જો તમને આ આર્ટિકગ ગમ્યું હોય તો તમારા પરિવાર જનો અને મિત્રોને અવશ્ય શેર કરજો. જય ગૌ મૈયા.