મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા માં ચામુંડા માતાનું મંદિર તમે જોયુ હશે અને તમે ત્યાં દર્શન કરવા માટે પણ ગયા હશો. પરંતુ મિત્રો આ લેખમા અમે તમને જાણવાના છીયે કે ચોટીલા પર્વત પર રાત્રે કોઇ કેમ રોકાણ કરી શકતું નથી .
મિત્રો ગુજરાતના દરેક મંદિરમાં તમે ગેમ ત્યારે દર્શન કરી શકો છો પરંતુ ચોટીલા ચામુંડા માતાજી નુ મંદિર એક એવું મંદિર છે. જ્યા તમે દર્શન તો કરી શકો છો પરંતુ રાત્રિ રોકાણ કોઈ કરી શકતું નથી.
ચોટીલા એ રાજકોટ નજીક આવેલુ એક ધાર્મિક સ્થળ છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાન્ચાલ પ્રદેશ તરીકે ઓળખાતો હતો અને અહીં માતા ચામુંડા મા નુ મંદિર છે .
શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ પહેલા હોવાનો ઉલ્લેખ છે. દેવી ભાગવત પ્રમાણે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓ યગ્ન કરી આદ્યશક્તિની પ્રાર્થના કરી યગ્ન કુંડ માંથી તેજ સ્વરૂપે મા સતી પ્રગટ થયા હતા, અને આજે મહા સતિ એ ચંડ અને મુંડ નામના રાક્ષસનો સંહાર કરેલો. ત્યારથી જ એ સતિ નુ નામ માં ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે.
અને ચંડી ચામુંડા માતા એ અનેક પરચા પુરા પાળેલા. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિર ની જગ્યા એ એક નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચડવા માટે પગથિયાં પણ ન હતા તેમ છતા ત્યા ભક્તો દર્શન કરવા આવતા હતા.
ચામુંડા માતાજી ના સ્થાને વિશેષ પરંપરા છે અહિ સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિ ભક્તો અને પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે, અને રાત્રીના સમય દરમિયાન ત્યાં કોઈ રોકાઈ શકતા નથી ફકત નવરાત્રિ દરમિયાન પુજારી અને પાંચ વ્યક્તિ ને જ રાત્રિ રોકાણ માટે માતાજી એ પરવાનગી આપેલ છે.
અને ડુંગર પર મુખ્ય મંદિર મા માતાજીના બે સ્વરૂપ છે અને આ બંને સ્વરુપ મા ચંડી અને ચામુંડા બંને બિરાજમાન છે. ખુદ માતાજી એ જ હુકમ કરેલો છે કે નવરાત્રિ શિવાય કોઇ પણ વ્યક્તિ એ અહીં રાત્રિ રોકાણ કરવાની મનાઈ છે .
ચોટીલા પ્રસિધ્દ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી નુ જન્મ સ્થળ પણ છે ચામુંડા માતાજીના ડુંગર તળેટીમાં દુકાનોમા ધાર્મિક કેસેટ, પ્રસાદ, ચુંદડી, માતાજીનું છત્ર માનતા, રમકડા સહીત સેંકડો વસ્તુઓ વેચાય છે.
જે લોકો કોઈ પણ રોગો, આર્થિક, શારીરિક જેવી સમસ્યાઓ હોય છે તે લોકો માં ના ચરણોમાં આવીને પ્રાર્થના કરે છે અને માનતા મને છે તેમના દુઃખડા માં સાક્ષાત માં ચામુંડા દૂર કરે છે. તો બોલો ચોટીલા વાળી માં ચામુંડા માં ની જય હો…
આવા જ અવનવા ઇતિહાસો અને પરચાઓ જાણવા માટે અમારા આ પેજ ને નીચેનો લાઈક બટન દબાવીને લાઈક કરી દો અને અને તમારા સગા સંબંધીને શેર કરીને ચામુંડા મા ના પરચા અવશ્ય જણાવશો. જય માઁ ચામુંડા.