હાલમાં ઉનાળાની કારજળ ગરમીમાં પણ અનેક વાતાવરણ બદલાવ જોવા મળી રહ્યા છે. હા, હાલ વાવાઝોડા અને વરસાદનું વાતારવરણ બની રહ્યો છે. જેના લીધે દરેક ખેડૂત પાક લેવાની સીઝનમાં નિરાશ થઈને બેઠો છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંદામાન નિકોબાર અને બંગાળની ખાડીમાં શરુ થઇ ગયું છે.
હવામાન વિભાગે આગળ માહિતી આપતા કહે છે કે હાલમાં કેરળમાં સમય પહેલા વરસાદ વરસી રહ્યો છે. તેની પાછળનું એકમાત્ર કારણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાની વાવાઝોડા છે. વાવાઝોડાને લીધે વાતવાતમાં ભેજનું પ્રમાણ રહે છે અને તેજ કારણ છે કે સીઝન પહેલા કમોસમી વરસાદ પડી રહ્યો છે.
આ સાથે ખેડૂતો પણ નિરાશ દેખાવા મળી રહ્યા છે. કારણ કે આ સમય ખરીફ પાકની વાવણી નો છે અને જો વધુ વરસાદ પડે છે તો તેમના પાકને નુકસાન થઈ શકે છે. જો જૂન મહિનામાં વરસાદ પડે છે તો તેની સીધી અસર પાક પર પડી શકે છે.
તમારી માહિતી માટે જણાવી દઈએ કે કૃષિ વિભાગ એમ કહી રહ્યું છે કે આગામી સમયમાં વરસાદ સારો પડશે જેના લીધે પાકની વાવણી માં વધારો કરવો જોઈએ.
તેની વિરુદ્ધ હવામાન વિભાગ એમ કહી રહ્યું છે કે કેરળમાં પડેલા વરસાદ પરથી એક ના સમજવું જોઈએ કે આગામી સમયમાં પણ વરસાદ પડશે. તેઓ આગળ કહે છે કે વરસાદની સીધી અસર જે તે ખેડૂતના પાક પર પડી શકે છે.
માહિતી અનુસાર જૂનના અંત સુધીમાં વરસાદ મધ્ય ભારતમાં દેખાવા મળશે. જેના પરથી કહી શકાય કે વરસાદ બે અઠવાડિયા પહેલા અથવા મોડો જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દિલ્હીમાં ચોમાસું જુલાઇના મધ્ય સમયગાળા દરમિયાન આવી શકે છે. જયારે દર વર્ષે ચોમાસાની શરૂઆત જુલાઈની શરૂઆતમાં જ થઇ જતી હતી.
દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે પાકની વાવણી થી લઈને પાક ઉગે ના ત્યાં સુધી પાણીની સખત જરૂર હોય છે. આવામાં જો વરસાદ ઓછો કે વધારે પડે છે મુશ્કેલી સર્જાઈ શકે છે.
આ સાથે ઘણા રાજ્યોના ખેડૂતોની ફક્ત વરસાદી પાણી પર ખેતી નિર્ભર હોય છે. જેના લીધે જો વરસાદ બહુ ઓછો પડે છે તો આવા ખેડૂતો માટે મુશ્કેલી ના એંધાણ દેખાઈ રહ્યા છે. આ સાથે ચોમાસુ યોગ્ય સમયગાળા પછી વરસશે તો ખેડૂતોના પાકને નુક્સાન થવાની સંપૂર્ણ શક્યતા છે.
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.