ચાણક્ય નીતિમાં એવી ઘણી નીતિઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવીને કોઈપણ વ્યક્તિ સફળ થઈ શકે છે. આજથી ઘણા વર્ષો પહેલા ચાણક્યએ તેજની નીતિઓનું વર્ણન ચાણક્ય નીતિમાં કર્યું હતું.
આમ છતાં સા નીતિઓ એટલી જ અસરકારક છે જેટલી પહેલા હતી. આવી સ્થિતિમાં જો તમારે હંમેશા સુખી જીવન જીવવું હોય તો તમારે ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી નીતિઓનું પાલન કરવું જોઈએ.
સામાન્ય રીતે દરેક વ્યક્તિ આખી જિંદગીમાં ક્યારેય બીમાર પડવા માંગતો નથી અથવા નિરોગી રહેવા માંગે છે. જોકે ઘણી વખત બધી જ સાવધાનીઓ રાખવા છતાં લોકો બીમાર પડી જતા હોય છે. જોકે આની પાછળ તમારા કર્મ જવાબદાર હોય શકે છે.
આવામાં આજે અમે તમને એવા ચાર પ્રકારના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ તેમના કર્મોને લીધે બહુ જલ્દી મૃત્યુને ભેટે છે. જેમના વિશે સ્વયં ચાણક્યએ તેમની નીતિઓમાં વર્ણન કર્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ લોકો કયા છે.
પોતાના વડીલ લોકોનું સન્માન ના કરવું :- જે લોકો પોતાના વડીલ લોકોનું સન્માન કરતો નથી અને તેમની સામે હંમેશા તોછડી ભાષામાં વાત કરે છે તો આવા લોકો પર ભગવાન ક્યારેય ખુશ થઈ શકતા નથી. આવા લોકો હંમેશા માનસિક બીમારીનો સામનો કરતા હોય છે. આજ કારણ છે કે દરેક વ્યક્તિએ પોતાના કરતા મોટા લોકોનું માન સન્માન જાળવી રાખવું જોઈએ. આનાથી તમારા કર્મ ભાગમાં વધારો થાય છે.
પોતાની ચિંતા ના કરનાર :- જે લોકો પોતાની ચિંતા કરતા નથી અને હંમેશા પોતાની જાતને ખોટી ગણાવતા રહે છે, તેઓનું પણ અન્ય લોકોની સરખામણીમાં જલદી મૃત્યુ થઈ જાય છે. તેથી હંમેશા પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ કે તેઓએ આપણને મનુષ્ય અવતાર આપ્યો. આવા લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.
વિદ્યાન લોકો સાથે ખરાબ વ્યવહાર કરવો :- જે લોકો વિદ્યાન અને જ્ઞાની લોકોને માન આપતા નથી અને તેઓનું અપમાન કરે છે તો તેને ક્યારેય સુખ મળતું નથી. આવામાં મહાત્મા લોકોનું માન સન્માન કરવું જોઈએ અને તેમને દાન આપવું જોઈએ. જો તમે આવા લોકો માંથી એક છો તો તમારે જલદી મૃત્યુનો સામનો કરવો પડી શકે છે.
ગુરુનું અપમાન કરવું :- જે લોકો પોતાના ગુરુનું અપમાન કરે છે અને તેમને ખરું ખોટું સંભળાવે છે, તેઓ પણ પાપના ભાગીદાર બની જાય છે. આવા લોકો જીવનમાં ક્યારેય સુખી થઈ શકતા નથી અને હંમેશા પૈસાની તંગીનો સામનો કરતા રહે છે. આ સાથે તેઓની મૃત્યુ પણ જલદી થઇ જાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.