સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈકના કોઈક ભગવાનને સમર્પિત છે અને આ દિવસે આ ખાસ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો ઈચ્છિત સફળતા પ્રાપ્ત થાય છે.
આ સાથે બધા જ દુઃખો દૂર થઈ જાય છે. આજ ક્રમમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશજી સાથે જોડાયેલ છે. આ દિવસે જો કોઈ ચોક્કસ ઉપાય કરવામાં આવે તો ગણેશજી ખુશ થઈને શુભ આર્શિવાદ વરસાવે છે.
આ સાથે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેઓને વિઘ્નહર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ ભક્ત તેમની સાચા દિલથી પૂજા કરે છે તો સ્વયં ગણેશજી ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે અને આર્શિવાદ આપે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભગવાન ગણેશજી સાથે સબંધિત છે અને તેને બુધવારના દિવસે કરવામાં આવે તો ગણેશ ભગવાન શુભ આર્શિવાદ આપે છે. તો ચાલો આપણે આ ઉપાય વિશે વિગતવાર જાણીએ.
આજના દિવસે ગણેશજી ની પૂજા કરવા માટે દૂર્વા અર્પણ કરો. આ સાથે તમે મોદક પણ અર્પણ કરી શકો છો. કારણ કે આ બંને ચીજ વસ્તુઓ ગણેશજીને ખૂબ પસંદ છે. તેમને બુધવારના દિવસે આ બંને વસ્તુઓ અર્પણ કરવાથી ગણેશજી ખુશ થઈ જાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે ધન દોલત માં પણ વધારો થાય છે અને નોકરી ધંધા પણ વૃદ્ધિ પામે છે.
બુધવારના દિવસે ગણેશની પ્રતિમા સામે અથર્વશિશનો પાઠ કરવો જોઈએ અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરવા માટે ગણેશજી સામે તેને કહો. આવું કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
બુધવારના દિવસે લીલી મગની દાળને દાન કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે સૌથી પહેલા મગ દાળને પાણીમાં પલાળીને ઉકાળી લો. ત્યાર પછી તેમાં ઘી અને ખાંડ મિક્સ કરીને તેને કોઈ ગાયને ખવડાવી દો. આવું કરવાથી એવી માન્યતા છે કે વ્યક્તિને આર્થિક લાભ થાય છે. આ સાથે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા છે અને દેવું થઇ ગયું છે તો તે પણ દૂર થાય છે.
બુધવારના દિવસે કોઈ ગણેશ મંદિરમાં જઈને ગોળ અને ગાયનું શુદ્ધ ઘી અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને ગણેશજી રહ્યા તથા માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આર્શિવાદ આપે છે.
બુધવાર ના દિવસે લીલા રંગનો ઉપયોગ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ માટે તમે આ દિવસે લીલા કપડાં પહેરી શકો છો અથવા લીલો રૂમાલ ખિસ્સામાં રાખી શકો છો. તેનાથી તમને ઈચ્છિત કામમાં સફળતા મળે છે.
જો તમે પૈસા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ફટકડી નો ઉપયોગ કરીને દાંત સાફ કરવાથી પૈસાની સમસ્યા દૂર થાય છે અથવા ક્યારેક ક્યારેક પાણીમાં પણ ફટકડી મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. તેનાથી દેવામાંથી પણ મુક્તિ મળે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.