દોસ્તો આપણા ધર્મિક્ક શાસ્ત્રોમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે, જેનું પાલન કરીને કોઈપણ વ્યક્તિ ધનવાન બની શકે છે. વળી આ બધા નિયમો આપણા ભવિષ્ય માટે પણ ખૂબ જ સારા સાબિત થયા છે.
આ પૈકી એક ધાર્મિક પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતા છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ માનવ ના કલ્યાણ માટેની ઘણી વાતો કહેવામાં આવી છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ એવા લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમનું અપમાન કરવું માનવ માટે જોખમી સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ 6 વસ્તુઓ કઈ કઈ છે.
જે વ્યક્તિ દેવી દેવતાને હેરાન કરે છે તેવા લોકોને પણ દેવતાઓ છોડતા નથી. હકીકતમાં રાવણ બધા જ દેવી દેવતાને પરેશાન કર્યો હતો, જેનાથી કંટાળીને દેવી દેવતાઓ ભગવાન વિષ્ણુને રામનો અવતાર લઈને રાવણનો વધ કરવા માટે કહ્યું હતું.
ત્યારબાદ રાવણનો ભગવાન રામે વધ કર્યો હતો. તેથી એવું કહેવામાં આવે છે કે ક્યારેય દેવી દેવતાઓને હેરાન કરવા જોઈએ નહીં.
તમે જાણતા હશો કે ધાર્મિક વેદો દ્વારા આપણને જ્ઞાનની અનુભૂતિ થાય છે પંરતુ ઘણી વખત અસુરોએ વેદનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેઓને ભગવાનના હાથે મોતનો સામનો કરવો પડ્યો હતો. તેના પરથી આપણને શીખ મળે છે કે ક્યારેય વેદોનો નાશ કરવો જોઈએ નહિ અથવા તેની વાતોને અવગણવી જોઈએ નહીં.
આપણા હિન્દુ ધર્મમાં ગાયને દેવીનો દરજજો આપવામાં આવ્યો છે. જોકે એક વખત બાલાસુર નામના અસુરે ઘણી ગાયોને ઇજા પહોંચાડી હતી. જેના પછી દેવરાજ ઇન્દ્રને ખબર પડી ત્યારે તેઓને બાલસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેના ખરાબ પરિણામ ને લીધે તેને મોતનો ભેટો કરવો પડ્યો હતો. તેથી તમારે પણ ગાય સાથે યોગ્ય વર્તાવ કરવો જોઈએ.
આપણા શાસ્ત્રોમાં બ્રાહ્મણ લોકોને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ લોકોની સેવા કરે છે અને તેમને ઈચ્છિત દાન દક્ષિણા આપે છે તો તેના ઘરે ક્યારેય પૈસાની કમી રહેતી નથી.
આ સાથે આવા વ્યક્તિના ઘરે હંમેશા માતા લક્ષ્મીનો પણ વાસ રહેતો હોય છે. તેથી તમારે હંમેશાં બ્રાહ્મણ લોકોનો આદર કરવો જોઈએ. જો કોઈ કારણસર તમે તેમનો અનાદર કરો છો તો તમારે ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે.
તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ સાધુ લોકોનું અપમાન કરે છે તેને પણ જિંદગીભર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો સાધુઓનું અપમાન કરતા હોય છે અને તેમને ઈચ્છિત દાન પણ આપતા નથી. જેના લીધે બ્રાહ્મણ ગુસ્સે થઈ જાય છે અને તેની સીધી અસર વ્યક્તિના જીવન ઉપર પડતી હોય છે.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની ઓળખ તેના ધર્મ પરથી થાય છે પંરતુ જો કોઈ વ્યક્તિ પોતાના અથવા અન્ય કોઈ વ્યક્તિના ધર્મનું ઉલ્લઘન કરે છે અથવા તો તેની મજાક ઉડાવે છે તો તેને પણ ક્યારેય સફળતા મળી શકતી નથી. વળી આવા વ્યક્તિને મૃત્યુ પછી પણ નરકમાં જવું પડે છે.