આજ સુધી તમે ઘણા શિવ મંદિરની મુલાકાત લીધી હશે અને દરેક શિવ મંદિરમાં નંદિની પ્રતિમા હોય જ છે. જોકે તમે ધ્યાન આપ્યું હોય લોકો જ્યારે શિવજીના મંદિરમાં દર્શન કરવા આવે છે તો તેઓ સૌથી પહેલા શિવના વાહન નંદીના કાનમાં તેજની મનોકામનાનો વિશે જણાવે છે અને તેના પછી જ તેઓ શિવજીના દર્શન કરવા જતા હોય છે.
જોકે તમે ક્યારેય આવું શા માટે કરવામાં આવે છે અને તેનાથી કયા લાભ થાય છે, તેના વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે?
જો તમને હજી સુધી આ વિશે ખબર નથી તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને તેની પાછળના રહસ્યથી ઉજાગર કરાવવા જઈ રહ્યા છીએ. જોકે આ એક માન્યતા છે, જેને કેમ કરવામાં આવે છે તેના વિશે લોકો જાણતા નથી પંરતુ તેને પૂર્ણ શ્રદ્ધા સાથે નિભાવે છે.
હકીકતમાં આની પાછળની કહાની શ્રીલાદ મુનિ સાથે જોડાયેલ છે. શ્રીલાદ મુનિ એકદમ ધાર્મિક વ્યક્તિ હતા અને તેમને ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા હતી. તેઓ બ્રહ્મચર્ય નું પાલન કરવા માંગતા હતા.
જોકે તેઓના પિતા પુત્રની આવી ઈચ્છાથી ખૂબ જ પરેશાન હતા કારણ કે તેઓના મનમાં એવું હતું કે જો પુત્ર શ્રીલાદ બ્રહ્મચર્ય નું પાલન કરશે તો તેમનો પરિવાર આગળ વધી શકશે નહીં અને રાજવંશ આટલે જ અટકી જશે.
આ દરમિયાન પિતા શ્રીલાદને ઘણું સમજાવવાની કોશિશ કરે છે પંરતુ તેઓ એકના બે થવા તૈયાર નહોતા.
જોકે આવામાં બાળક મેળવવાની ઈચ્છાને લીધે તેઓએ શિવજીને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું અને જન્મ મરણ ના બંધન માંથી એક ગૌણ પુત્રનું વરદાન માંગ્યું. જોકે શિવજી પણ શ્રીલાદની ભક્તિથી અને તપથી ખૂબ ખુશ થયા અને વરદાન આપ્યું. આ દરમિયાન એક દિવસ જ્યારે શ્રીલાદ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેઓને એક બાળક મળે છે, જેનું નામ તેઓએ નંદી રાખ્યું.
હવે જ્યારે ભગવાન શિવ દ્વારા બાળકને મોટો થતો જોવામાં આવ્યો ત્યારે તેઓએ તેમના બે મિત્ર સ્વરૂપ ઋષિને શ્રીલાદના ઘરે મોકલ્યા અને બંનેએ નંદીને જોઈને ભવિષ્યવાણી કરી કે આ નંદી અલ્પાયુ છે. જ્યારે નંદીને તેની અલ્પાયુ હોવાની વાત ખબર પડી ત્યારે તેઓ શિવજીને પ્રસન્ન કરવા માટે જંગલમાં ગયા અને ત્યાં તેમણે શિવજીના નામનો જાપ શરૂ કરી દીધો હતો.
જ્યારે ભગવાન શિવ નંદિની પૂજાથી ખુશ થયા ત્યારે તેઓએ વરદાન આપ્યું કે નંદી અમર બની જશે અને તેનો જન્મ અને મૃત્યુના બંધન માંથી મુક્ત થશે. આ સાથે તેઓને વેદોના સ્વામી તરીકે નામના મળી અને તેઓ નંદેશ્વર તરીકે ઓળખવા લાગ્યા.
આ સાથે શિવજીએ વરદાન આપ્યું હતું કે જ્યાં શિવજી હશે ત્યાં ત્યાં તેઓ ને પણ બિરાજમાન થવું પડશે. આજ કારણ છે કે દરેક શિવ મંદિરમાં નંદી હોય છે. આ સાથે કે એવી માન્યતા પણ છે કે નંદીના કાનમાં મનોકામના કહેવાથી તેઓ તેને શિવજી સુધી પહોંચાડે છે. આજ કારણ છે કે લોકો ના નંદીના કાનમાં ઇચ્છાઓ કહેતા હોય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.