દોસ્તો આપણા હિન્દુ ધર્મને દરેક ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ધર્મમાં વિવિધ પ્રકારની માહિતી અને નિયમો આપવામાં આવ્યા છે. જેનું જો કોઈ વ્યક્તિ પાલન કરે છે તો તેના ધનવાન બનવાના ચાન્સ વધી જાય છે. આજ ક્રમમાં તમે ધ્યાન આપ્યું હોય તો આપણા ધર્મની મહિલાઓ પોતાના સાસરામાં જાય ત્યારે માથા પર પલ્લું ઢાંકતી હોય છે. જેને સન્માનની નિશાની પણ માનવામાં આવે છે.
જોકે તમને શું ખબર છે કે માથા પર પલ્લું ઢાંકવું વૈજ્ઞાનિક રીતે પણ ઘણું લાભકારી છે. હકીકતમાં જ્યારે હવામાનમાં પરિવર્તન થાય છે ત્યારે વાતાવરણના ખરાબ કિરણો માથા પર પલ્લું ઢાંકેલ હોવાને કારણે તે માથામાં પ્રવેશ કરી શકતા નથી પંરતુ જે લોકોનું માથું ખુલ્લું હોય છે તેઓને ગુસ્સો કરવો, તાણ, રોગ થવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે માથું ઢાંકવાને લીધે વાળ ખરવા, ડેડ્રફ, જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો નથી.
વળી આપણા હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે વાળ કપાવીને મુંડન કરાવવામાં આવે છે. તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. હકીકતમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરમાંથી ખરાબ કીટાણુઓ આવીને આપણા માથા પર આવીને ચોંટી જતા હોય છે, જેથી કરીને આપણને રોગ થવાનો ભય રહે છે પંરતુ જ્યારે આપણે માથે મુંડન કરાવી લઈએ છીએ તો માથાની સફાઈ થઈ જાય છે અને કોઈ રોગ પણ થતો નથી.
જ્યારે કોઈ દેવી દેવતાની પૂજા કરવાની વાત આવે છે ત્યારે હંમેશા માથું ઢાંકવામાં આવે છે. કારણ કે માથું ખુલ્લું રાખીને દેવી દેવતાઓની પૂજા કરવાથી ભગવાન આ પૂજાને સ્વીકારી શકતા નથી અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પૂજા કરતી વખતે સમગ્ર માથાને ઢાંકી શકતા નથી તો તમારે ફક્ત માથા પર રૂમાલ મૂકી દેવો જોઈએ