મિત્રો વાસ્તુદોષ નું ઘર માં ઉત્પન્ન થવું એ આપણા પરિવાર માટે ખુબજ નુકશાનકારક છે આ દોષોના કારણે આપણા કામ માં અડચણ આવે છે અને ઘર મા કલેશ દૂર થવાનું નામ જ નથી લેતુ. પરંતુ જાણે અજાણે જ આપણે એવું કરતા હોઈએ છીએ જેનાથી તકલીફોને આમંત્રણ આપતા હોઈએ છીએ.
આજે આપણે આજ ના લેખ મા વાત કરી રહ્યા છીએ એટેચ બાથની એટલે કે સંડાસ અને બાથરૂમ એક સાથે હોવા જોઈએ કે નહિ હોવા જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાની છે.
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે એટેચ બાથરૂમ તમારા વાસ્તુદોષ ને ઉત્પન્ન કરે છે. જો તમે તમારા ઘરમા સંડાસ અને બાથરૂમ એક સાથે બનાવ્યા છે તો તે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. એનાથી તમને ઘણું જ નુકસાન થઈ શેક છે અને એની સાથે જ ઘર મા બાથરૂમ કઈ દિશામાં હોવુ જોઈએ એની વાત કરીશું.
મિત્રો આજ ના જમાનામાં લોકો પોતાની સગવડતા પ્રમાણે એટેચ લેથ બાથરૂમ બનાવતા હોય છે. એટલે કે વાસ્તુશાસ્ત્ર ને જોયા વગર એક સાથે જ સંડાસ અને બાથરુમ બનાવી લેતા હોય છે.
પરંતુ તેમાંથી ઉત્પન્ન થતા વાસ્તુદોષ થી ઘર મા રહેવા વાળા લોકોને ઘણા જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાથરૂમ માં ચંદ્રમાનો વાસ હોય છે. અને શૌચાલયમાં રાહુ નો વાસ હોય છે .
જો ઘરમાં સ્નાનાઘર અને શૌચાલય એક સાથે હોય છે તો ચંદ્રમા અને રાહુ એક સાથે હોય છે બન્ને સાથે હોવાને કારણે રાહુથી ચંદ્રને ગ્રહણ લાગી જાય છે. જેથી ચંદ્રમા દોષ પૂર્ણ થઈ જાય છે અને એના લીધે ઘણા પ્રકારના દોષ તમારા ઘર પરિવાર ને પણ અસર કરે છે.
બાથરૂમ અને શૌચાલય એક સાથે હોવાથી ઘરમાં જગડા બંધ થવાનું નામ નથી લેતા. આ કારણ સર વાસ્તુશાસ્ત્રમા બન્ને ને એક સાથે બનાવવા યોગ્ય નથી માનતા. જો તમે પણ તમારા ઘરના વાસ્તુ દોષ માથી મુક્ત થવા માંગો છો તો બાથરૂમ અને શૌચાલય ને જુદી જુદી જગ્યાએ રાખો.
મિત્રો રસોડાના દરવાજા ની સામે જો બાથરૂમ નો દરવાજો રાખશો તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવશે. આ દોષ થી બચવા માટે બન્નેની વચ્ચે કપડાનો પડદો અથવા તો પાટેશન કરાવી દો.
જો તમે આવા જ ધાર્મિક લેખો અવિરત વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આપણા સૌના આ ફેસબુક પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.