મેષ – આજે તમને ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. જો તમે લોન લીધી હતી અથવા તો ઉધાર પૈસા લેતા હતા તો તેને ચૂકવી શકશો. આ સમયે જીવનસાથી સહયોગ આપશે. સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. કાર્યક્ષેત્રમાં હસતું મોઢું રાખીને કામ કરવાની કળા શીખવી પડશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર પ્રાપ્ત થશે. પિતા સાથે કોઈ અણબનાવ હતો તે આજે દૂર થઈ જશે.
વૃષભ – આ દિવસ આ રાશિના લોકો માટે વ્યસ્તતા ભરેલો હશે. આ રાશિના લોકો એક કામ પૂરું કરશે તો બીજું કામ આવી જશે. આજે પરિવાર માટે સમય કાઢી શકાશે નહીં. જોકે કામમાં કરેલી આ મહેનત ભવિષ્યમાં લાભકારી સાબિત થશે. સાંજના સમયે કોઇ પાર્ટીમાં ભાગ લઈ શકો છો. નાના બાળકો ની ઈચ્છા પૂરી કરી શકશો.
મિથુન – આ રાશિના લોકોએ ખોટા ખર્ચ કરવાથી બચવું પડશે. શક્ય છે કે કોઈ પાસેથી પૈસા પણ ઉધાર લેવા પડે. સંતાન સંબંધિત સારા સમાચાર મળશે. સાંજનો સમય પરિવાર સાથે પસાર કરશો. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા હતી તે દૂર થશે. મિલકત સંબંધિત કોઈ પ્રશ્નનું સમાધાન મળશે.
કર્ક – આ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે વિદ્યાર્થીઓને તેમની કરેલી મહેનતનું ફળ મળશે. જરૂરિયાતની વસ્તુ પર ખર્ચા થશે. આ સમયે શત્રુઓનો પરાજય થશે. કાર્યસ્થળ પર બઢતી કે પગાર વધારો થશે. માતા તરફથી પ્રેમ મળશે.
સિંહ – આ રાશિના લોકો માટે આ દિવસ એકદમ ફળદાયી છે. જો કે આજના દિવસે ગુસ્સો કરવાથી બચવું અને વિવાદમાં પડવા થી પણ બચવું. માતાપિતા તરફથી લાભ પ્રાપ્ત થશે. કામમાં કોઇ સમસ્યા આવી હોય તો વરિષ્ઠ અધિકારીઓને જણાવશો તો યોગ્ય માર્ગદર્શન મળશે. આજે મન કામમાં લાગશે નહીં. રોકાણ સંબંધિત કોઈપણ નિર્ણય આજે સમજી-વિચારીને લેશો તો સારું.
કન્યા – આજે મનમાંથી ડરની ભાવના દૂર થશે. કોઈ શારીરિક સમસ્યા થઈ શકે છે. કાર્યસ્થળ પર પ્રતિકુળ સ્થિતિનો સામનો કરવો પડે તો ધીરજ રાખવી. સાંજ સુધીમાં તેમાંથી બહાર આવી જશો. સ્વતંત્ર વ્યવસાય કરતા લોકોને સંભાળીને વ્યવસાય કરવો. લાભને બદલે નુકસાન ન થાય તેની કાળજી રાખવી. પૈસા બાબતે નિર્ણય લેવામાં બે વાર વિચારો અન્યથા પસ્તાવો કરવો પડી શકે છે.
તુલા – આ રાશિના લોકો માટે દિવસ અતિ શુભ છે. આજે બીજાની સેવા કરવામાં સમય પસાર કરશો. નવી મિલકત ખરીદવાની ઇચ્છા પુરી થશે. બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છા ફળીભૂત થશે. શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સાવચેતી રાખવી. જોખમ ભરેલું રોકાણ પૈસાને ડુબાડી શકે છે. માતા પિતાની સેવામાં દિવસ પસાર થશે.
વૃશ્ચિક – તમે કામમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આજે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડવું. કોઈની પણ વાતને મનમાં ન લેવી. વિદ્યાર્થીઓને જે તક મળે તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવો. શિક્ષણમાં જે સમસ્યાનો સામનો કરતા હતા તેનો હવે ઉકેલ આવશે.
ધન – આજનો દિવસ લોકોની મદદ કરવામાં પસાર કરશો. મનમાં દાનની ભાવના રહેશે. જો કે પેટ સંબંધિત સમસ્યા ચિંતા કરાવી શકે છે. તેથી સાવધાન રહેવું. મિલકત ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. સાંજ સુધીમાં પૈસા સંબંધિત સારા સમાચાર મળી શકે છે. જો કોઈ દેવું હતું તો તેની ચૂકવણી આજે થઈ શકે છે.
મકર – આજનો દિવસ એક પછી એક ખર્ચા લઈને આવ્યો છે તેથી બિનજરૂરી ખર્ચ પર કંટ્રોલ કરવો. આજે તમારે પૈસાની કમી નો સામનો કરવો પડી શકે છે. તેથી પૈસા સંબંધી નિર્ણય સમજી-વિચારીને લેવો. રોકાણ કરવા માટે દિવસ સારો છે ભવિષ્યમાં તેનાથી લાભ થશે. શાસક પક્ષ તરફથી શુભ સમાચાર મળશે.
કુંભ – આજનો દિવસ સમજદારી અને બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય લેવા. આ રાશિના લોકો સુખ સુવિધા પાછળ ખર્ચ કરી શકે છે. જોકે ખર્ચ કર્યા પછી મનમાં ચિંતા રહેશે. તેથી જો પૈસાની આવક થાય તો તેનું રોકાણ કરો જેથી ભવિષ્યમાં કામ લાગે. મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.
મીન – આ રાશિના લોકો માટે દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. મિત્રોને મળીને ફરવાનું જવાનું નક્કી કરી શકો છો. જે લોકો રાજકારણમાં સક્રિય છે તેમની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા વધશે. બાળકો ના લગ્ન સંબંધિત ચિંતા દૂર થશે. જો કોઈ વિવાદ હતો તેનો પણ ઉકેલ આવી જશે. આજે મનોબળ મજબૂત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.