20230717 075417

આ રાશિના લોકોને માતા લક્ષ્મીએ આપ્યું છે ધનસંપતિના ભંડાર ભરાય તેવું વરદાન… દરેક સપના અને ઈચ્છા થશે પૂરી.

ધર્મ

મેષ – આ સમયે કોઈ ચિંતા પરેશાન કરી શકે છે. અચાનક કોઇ વધારાનો ખર્ચ સામે આવશે. ખર્ચને પહોંચી વળવા પૈસા ઉધાર લેવા પડી શકે છે. વાણી પર નિયંત્રણ નહીં રાખો તો કોઈ સાથે અણબનાવ થઈ શકે છે. એવી કોઈ ઘટના પણ બની શકે જેનાથી તમારું સ્વાભિમાન હચમચી જાય. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકોની સલાહ લઇ લેવી.

વૃષભ – તમારી કિંમતી વસ્તુઓ ને સાચવીને રાખો નહીં તો તે ગુમ થઈ શકે છે. આ સંભાળીને રહેવાનો છે કારણ કે શારીરિક કષ્ટ થવાની શક્યતાઓ છે. તમારા દ્વારા કરેલા કાર્યો સફળ થશે. વ્યવસાયમાં લાભ થવાનો છે અને ભાગ્ય સાથ આપશે. નોકરીમાં પણ પ્રગતિ થવાની છે. અગાઉ કોઈ જગ્યાએ કરેલું રોકાણ સારું રીટર્ન આપશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મહત્વના નિર્ણયમાં જીવનસાથીનો સહયોગ મળશે.

મિથુન – સુખનાં સાધન ઉપર પૈસા ખર્ચો થશે. જો કે આ સમય દરમ્યાન આવક પણ વધશે જેના કારણે ઘરમાં પ્રસન્નતા રહેશે. તમે કોઈ નવી યોજના અમલમાં મૂકી શકો છો. નોકરી માં તમારી કાર્યપ્રણાલીને સુધારો. આ સમય દરમિયાન સામાજિક કાર્યો કરવાથી માન સન્માન વધશે. વેપારીઓનો વેપાર સારી રીતે ચાલશે.

કર્ક – તમે કોઈ ધાર્મિક આયોજન માં ભાગ લઇ શકો છો. કોર્ટ-કચેરીના કામમાં નિર્ણય તમારા તરફી આવશે. માનસિક શાંતિનો અનુભવ કરશો. સાથે જ કાર્યસ્થળ પર લાભની તકો મળતી દેખાય છે. આ સમય અનુકૂળ છે કારોબારમાં વધારો કરી શકાય છે. જોકે સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે.

સિંહ – વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ખોટા વ્યક્તિઓના સંપર્કમાં રહેવાનું ટાળો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યમાં કોઇ સમસ્યા આવી શકે છે. કોઈ વ્યક્તિની વાત સાંભળીને વિવાદ વધારવો નહીં. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા બધી બાબતે તપાસ કરી લેવી. વેપારીઓને સારા પરિણામ મળશે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી.

કન્યા – આ સમય દરમિયાન નાણાકીય લેવડદેવડમાં સાવધાન રહો. કોઈ વાતને લઈને ઘરમાં ચિંતાનો માહોલ સર્જાઇ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું. કોર્ટ-કચેરીના કામમાં ભાઈનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઇ શકે છે.

તુલા – આ સમય દરમિયાન શત્રુઓ પરાસ્ત થશે. ધનલાભની તકો પણ દેખાઇ રહી છે. જમીન સંબંધિત કાર્યો આગળ વધશે અને તેનાથી લાભ પણ મળશે. નોકરી શોધતા લોકોને રોજગારીની તક મળશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે આ સમય દરમ્યાન દરેક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. રોકાણમાંથી પણ ઇચ્છિત પરિણામ મળશે.

વૃશ્ચિક – ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે વિદ્યાર્થી વર્ગને પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ મળશે. કાર્યસ્થળે અનુભવી વ્યક્તિના માર્ગદર્શન કરીને તમને આગળ વધારશે. વેપારીઓને પણ લાભ થવાનો છે. પ્રેમ પ્રસંગ માટે અનુકુળ સમય છે. ભાગ્યનો સાથ મળશે.

ધન – વાણી ઉપર અને ક્રોધ ઉપર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. યાત્રા કરવામાં સાવધાની રાખવી, સામાન અને કીમતી વસ્તુ ને સાચવજો. કોઈ જગ્યાએથી તમને દુઃખદ સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન દોડધામ વધારે રહેશે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. જોકે આવકમાં વધારો થશે.

મકર – આ સમય દરમિયાન કરેલા દરેક પ્રયત્નો સફળ થશે. તમે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો જેના કારણે માન સન્માન વધશે. મિત્રતામાં પ્રસન્નતા રહેશે. કોઈ જગ્યાએથી ચિંતા ના સમાચાર મળી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. કોઈની વાતમાં આવીને ક્રોધ કરવો નહીં. અન્યથા સંબંધ ખરાબ થઈ શકે છે. અગાઉ કરેલું રોકાણ સારું પરિણામ આપશે.

કુંભ – કોઈ કારણોસર ચિંતા વધી શકે છે. જો કે ઘરમાં મહેમાનના આગમન થી વાતાવરણ હળવું થશે. ઓફિસમાં તમે કોઈ ખાસ કાર્યક્રમનું આયોજન કરી શકો છો. કામમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય દરમિયાન જોખમ લેવાથી બચવું જોઈએ. મનમાં પ્રસન્નતા રહેશે.

મીન – આ સમય દરમિયાન કરેલી યાત્રા સફળ થશે નોકરી શોધતા લોકોને રોજગારી મળવાની શક્યતા છે. રોકાણથી સારું પરિણામ મળશે. વેપારીઓનો વેપાર પણ સારો ચાલશે. ઘણા સમયથી સતાવતી સમસ્યાથી મુક્તિ મળશે. કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ પર આક્ષેપ કરવાથી બચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *