દેખાવે સુંદર એવા આકર્ષક અનાર દાણા ઔષધીય ગુણો થી ભરપુર છે. જે શરીર ની તંદુરસ્તી માટે ખુબજ ફાયદાકારક છે.વિવિધ પ્રકારના ફળો જોવા મળે છે તેમાં સૌથી વધુ ફાયદા અનાર દાણા માં મળે છે.
તેના દાણા જ નહીં પરંતુ તેની કળિયો, છાલ વગેરે ઔષધીય ગુણો થી સંપન્ન જોવા મળે છે.આ ફળ દરેક ૠતુ માં જોવા મળે છે.અનાર દાણા માં જોવા મળતા અમૂલ્ય રસાયણો, પ્રોટીન, ચરબી,ખનીજ,કાર્બોહાઇડ્રેટ, અને રેસા વગેરે અધિક માત્રા માં રહેલા છે.તો આવો જાણીએ અનાર દાણા ના ફાયદાઓ વિશે..
અનાર દાણા ના ફાયદાઓ:-
અનાર દાણા માં વિટામિન એ,સી અને ઇ હોવાથી તે સ્કિન પર જોવા મળતી કરચલીઓ દૂર કરે છે.તથા ચહેરા પર નિખાર લાવે છે. યુવાની માં વધારો કરે છે. હ્દય ને લગતી તમામ બીમારી ને દૂર રાખે છે તથા તેની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે.તે ગુડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે છે જે હ્દય ની બીમારી ને દૂર કરે છે.
રુધિરવાહિણીઓ માં કોલેસ્ટ્રોલ તથા ચરબીને ઘટાડે છે. તેથી રુધિર નું પરિભ્રમણ સારી રીતે થાય છે. પેટ ની બીમારીઓ જેવી કે પિત્તનાશક,કૃમિનાશક તથા ગભરામણ ને દૂર કરે છે.
શ્વાસ ને લગતી બીમારી જેવી કે શ્વરતંત્ર ,ફેફસા,આંતરડાં તથા યકૃત ના રોગો ને દૂર રાખે છે. અનાર દાણા ઓ જ્યુસ પીવાથી કેન્સર ના કોષો ને આગળ વધવા અટકાવે છે તેમ ખાસ કરીને પ્રોસ્ટડ નું કેન્સર ને નાબૂદ કરવા ખુબજ ઉપયોગી છે.
ઉધરસ, હરસ ,લોહી પડતા માસા વગેરે માં ફાયદાકારક છે જેમાં સૂકી ઉધરસ માટે અનાર દાણા માં મરી નો પાઉડર નાખીને ખાવાથી મટે છે તથા મસા મારે દાણા ના જ્યુસ માં સૂંઠ નાખીને પીવાથી માસ મટે છે. ઉનાળામાં ઘણા લોકો માં નસકોરી ફુટતી હોય છે તો તેના ફૂલ નો રસ બહુ જ ફાયદાકારક હોય છે.
દરરોજ અનાર ખાવાથી હાડકાં મજબૂત બને છે. તથા હાડકાના દુખવા દૂર થાય છે. મૂત્રમાર્ગ માં સતત બળતરા,વારંવાર પેશાબ જવું,સતત ખંજવાળ અવવી વગેરે તકલીફ દૂર કરી શકાય છે. અનાર દાણા માં ભરપૂર માત્ર માં આયર્ન હોય છે જે લોહતત્વ માં વધારો કરે છે.તથા લોહી ની કમી ને દૂર કરે છે.
તેમાં આયર્ન વધુ હોવાથી પાચનની ક્રિયા ને સરળ બનાવે છે તથા પાચનતંત્ર ની બીમારી ને દૂર કરે છે. દમ ,કોલેરા તથા ઝાડા ની બીમારી માં રાહત થાય છે.તથા હિપેટાઇટિસ સી જેવા ઇન્ફેક્શન થઈ બચી શકાય છે.જે વ્યક્તિ ને ભૂખ ન લાગતી હોય તથા ભૂખ પર અરુચિ હોય તેવા સમયે અનાર દાણા ખુબજ ઉપયોગી છે.અનાર દાણા ખાવાથી મગજ તેજ થાય છે અને અલઝાઇમાર જેવી બીમારી દૂર થાય છે.
મિત્રો, આ આર્ટીકલ તમને ગમ્યો હોય તથા તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.