આપણા ભારત દેશમાં એવા ઘણા મંદિરો આવેલા છે, જેના ચમત્કારો વિશે જાણીને દરેકને નવાઈ લાગે છે. હા, આ મંદિરોના રહસ્ય વૈજ્ઞાનિકો પણ ઉકેલ શોધી શક્યા નથી અને આ ચમત્કાર કેમ થઇ રહ્યો છે તે વૈજ્ઞાનિકો માટે એક પ્રશ્ન તરીકે જ રહી જાય છે.
આવું જ એક મંદિર કાનપુરમાં આવેલ છે. જેને ચમત્કારિક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે ઉનાળામાં પાણીના ટીપાં પડે છે અને વરસાદ આવતાની સાથે જ આ ટીપાં પડતા બંધ થઈ જાય છે.
તમને જણાવી દઈએ કે આ રહસ્યમય મંદિર યુપીના કાનપુરના ભીતર ગામથી આગળ ત્રણ કિલોમીટર બેહટા માં આવેલું છે. અહીં પાણીના ટીપાંને લઈને ચમત્કાર જોવા મળે છે અને આ મંદિરમાં ભગવાન જગન્નાથ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં લોકોની ઊંડી આસ્થા છે.
અહી ઘણા વૈજ્ઞાનિકો અને નિષ્ણાત લોકો દ્વારા આ ટીપાં કેમ અને ક્યાંથી પડે છે, તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે. જોકે તેનાથી કોઈ ફરક જોવા મળ્યો નથી એટલે કે આ પાણીના રહસ્ય વિશે કોઈ માહિતી ઉજાગર થાક શકી નથી. જેના લીધે આ મંદિર લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યું છે.
અહીંના સ્થાનિક લોકોની માન્યતા છે કે આ મંદિર 500 વર્ષ જૂનું છે અને આ મંદિરમાં જગન્નાથ મંદિરની સાથે સાથે બલરામ અને તેમની બહેન સુભદ્રા ની પ્રતિમા સ્થાપિત છે.
વર્ષોથી અહીંના સ્થાનિક લોકો આ મંદિરમાં ટપકતા પાણી વડે વરસાદ આવવાની આગાહી કરે છે અને તે સાચી પણ પડે છે. તો ચાલો આપણે જાણીએ કે વળી કેવી રીતે વરસાદ આવશે કે નહીં તે જાણી શકાય છે.
આ મંદિરમાં ઉપર ગુંબજ પરથી પડતા પાણી વડે વરસાદ આવવાની આગાહી પૂજારી દ્વારા કરવામાં આવે છે. હકીકતમાં જ્યારે વરસાદ વધારે પડવાનો હોય છે તો વધારે ટીપાં પડે છે પણ તેનાથી વિપરીત જો બહુ ઓછા ટીપાં પડે છે તો સમજવામાં આવે છે કે વરસાદ ઓછો થશે.
હાલમાં પૂજારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વરસાદ ઓછો થશે કારણ કે મંદિરમાં બે બે ટીપાં જ પડી રહ્યા છે.
જે રીતે આખા દેશમાં જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે, આજ ક્રમમાં આ મંદિરમાં પણ જગન્નાથ ની યાત્રા કરવામાં આવે છે. જેમાં ઘણા શામેલ પણ થાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં શેર કરી દો.