મિત્રો આ સંપૂર્ણ વિશ્વમાં સર્વ સામાન્ય અને સર્વશ્રેષ્ઠ ઈશ્વર જ છે મિત્રો ભગવાનની ઈચ્છા વગર આ સૃષ્ટિ પર એક પત્તુ પણ હલતું નથી. મિત્રો પ્રત્યક્ષ રીતે ભલે આપણ ને ભગવાન દેખાતા ન હોય પરંતુ આ સૃષ્ટિના દરેક કણેકણમાં ઈશ્વરનો વાસ રહેલો છે,
પરંતુ એ વાત ખુબ જ સાચી છે કે એવા ઘણા લોકો હોય છે જે ભાગ્યશાળી હોય છે અને તેમના પર ભગવાન ની વિશેષ કૃપા રહે છે મિત્રો આજે આ લેખ મા અમે તમને એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ કોઈ સાધારણ વ્યક્તિ નથી. મિત્રો સૃષ્ટિમાં અમુક એવા વ્યક્તિઓ હોય છે જેમની આસપાસ અમુક અલૌકિક શક્તિ હોય છે.
જે તેમણે તેમના જીવનમાં દરેક સમય પર સાચો માર્ગ બતાવે છે મિત્રો આ ઐશ્વર્ય શક્તિ એવા વ્યક્તિ ની જોડે હોય છે જે લોકો બીજાને સતત મદદ કરતા હોય છે પરંતુ આપણ ને કઈ રીતે ખબર પડે કે આવા વ્યક્તિ જોડે અલૌકિક શક્તિ છે. મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા કેટલાક સંકેતો બતાવવામાં આવ્યા છે,
કે આવા વ્યક્તિ પર ઈશ્વરની કૃપા રહેલી છે અને આ અલૌકિક શક્તિ તેની પાસે હંમેશા રહે છે. મિત્રો વ્યક્તિ જોડે કામ, ક્રોધ, ઈર્ષા, મોહમાયા, અહંકાર, લોભ જેવી ભાવના ન હોય આવા વ્યક્તિ ઈશ્વર ની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. મિત્રો આવા વ્યક્તિઓ વ્યભિચાર નથી કરતા ક્રોધ નથી કરતા આવા લોકો તેમના ક્રોધ ઉપર ખૂબ જ કાબૂ મેળવી શકે છે.
તેમના મનમાં ઈર્ષા ની ભાવના ન રાખીને તેની દયા અને ભાવનાથી બીજા લોકોને સતત મદદ કરતા હોય છે આવા વ્યક્તિ ખૂબ જ સંતોષી વૃત્તિ ના હોય છે. મિત્રો આવા વ્યક્તિને કોઈ પણ વસ્તુની વધારે પડતી લાલચ હોતી નથી. આવા વ્યક્તિને તેમના જીવનમાં જેટલું પ્રાપ્ત થાય છે તેટલા માં જ તે સંતોષ માનતા હોય છે.
મિત્રો કોઈ પણ વ્યક્તિને તેના સપનામાં મંદિર અથવા તેની આજુબાજુના પરિસર દેખાય તો શાસ્ત્રોમાં આવા વ્યક્તિને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે વ્યક્તિને તેમના સપના માં વારંવાર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો હોય. તેમની જોડે ઈશ્વરીય શક્તિ જોડાયેલી હોય છે. આવા જ વ્યક્તિ ને સપનામાં ભગવાનના દર્શન થતા હોય છે.
મિત્રો ભગવાન આવા વ્યક્તિને કોઈ અલગ જ સંકેત આપતા હોય છે જેનાથી તેમને ખબર પડે છે કે અલૌકિક શક્તિ તેની પાસે છે. મિત્રો જે વ્યક્તિ તેમના દૈનિક કાર્યમાં થી બચેલા સમયમાં ઈશ્વરની ભક્તિ કરે છે અને ઈશ્વરના નામ સ્મરણ કરવામાં વ્યતીત કરે છે અને સાથે જ ઈશ્વરને જ સત્ય માનીને તેમની અનુભૂતિ કરવામાં લાગેલા રહેતા હોય છે,
માનવામાં આવે છે કે આ વ્યક્તિ પાસે ઈશ્વરીય શક્તિ રહેલી હોય છે. જે કોઈ પણ વ્યક્તિ સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ સમજીને સેવાના કાર્યો અને પુણ્ય ના કાર્યો કરે છે મુસીબત માં ફસાયેલા લોકો અને ગરીબ લોકોને મદદ કરે છે. અને સાથે જ ધાર્મિક કાર્યો કરે છે આવા વ્યક્તિઓ વાસ્તવમાં સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થાય છે.
પરંતુ મિત્રો વધારે વ્યક્તિઓ એવા કામ નથી કરી શકતા. પરંતુ જે વ્યક્તિઓ પર ભગવાનની વિશેષ કૃપા હોય છે તેવા જ લોકો આવા કામ કરતા હોય છે. મિત્રો ઈશ્વર કૃપા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓમાં એક અનોખી શક્તિ હોય છે અને તે શક્તિ છે પૂર્વાભાસ. એટલે કે ભવિષ્યમાં થનાર ઘટનાઓનું પહેલેથી જ આભાસ થવો.
એટલે કે તમને પણ ભવિષ્યમાં થનારી દુર્ઘટના અથવા તો કોઈ સારી ઘટના વિશે પહેલેથી જ તમને આભાસ થઈ જાય તો તમારા પર પણ ભગવાન ની વિશેષ કૃપા છે. મિત્રો ઘણા લોકોને તેની આજુબાજુ એક વિશિષ્ટ સુગંધ ની અનુભૂતિ થતી હોય છે એટલે કે તેની આજુબાજુ સુગંધિત ફૂલ, સુગંધિત અગરબત્તી,
કપૂર આવી પવિત્ર વસ્તુઓ ની સુગંધ તેમને આવતી હોય તો તે તેના પર ઈશ્વરકૃપા નો સંકેત દર્શાવે છે. મિત્રો ઈશ્વર નો સમય એટલે કે બ્રહ્મ મુહૂર્ત જે સવારે સાડા ત્રણથી સાડા પાંચ વાગ્યા સુધીનો હોય છે. આપણા શાસ્ત્રોમાં આ સમય ને ખૂબ જ મહત્વનો સમય માનવામાં આવે છે. બ્રહ્મમુહૂર્ત ને દેવતાઓ નો સમય માનવામાં આવે છે.
આ સમયે વાતાવરણમાં એક અનોખી અને સકારાત્મક ઉર્જા હોય છે. જો કોઈપણ વ્યક્તિની આંખ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ખુલી જાય છે. અને સાથે જ ઈશ્વરની આરાધના કરે છે આવા વ્યક્તિઓ ઈશ્વર કૃપા પ્રાપ્ત કરે છે. એટલે કે આવા વ્યક્તિઓ ઉપર ભગવાનની વિશેષ કૃપા બનેલી હોય છે.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.