20230730 164207

ભૂલથી પણ આ 4 વાતો કોઈને પણ ન કહેશો, નહીં તો વેઠવુ પડશે સ્વયંને જ ભારે નુકસાન.

ધાર્મિક

આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં ખૂબ પ્રસિદ્ધ છે. તેમના નીતિ શાસ્ત્રમાં સૂત્રાત્મક શૈલીમાં જીવનને આનંદમય બનાવવા માટે અનેક વાતો જણાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જો આ વાતોનું અનુસરણ કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જીવનની લગભગ દરેક તકલીફનો હલ ગોતી શકે છે.

ચાણક્ય નીતિ શાસ્ત્રનો મુખ્ય વિષય માનવ સમાજને જીવનના પ્રત્યેક પહેલૂનું વ્યાવહારિક શિક્ષણ આપવાનો છે. ચાણક્ય નીતિના એક શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે તે કઇ 4 વાતો છે જે મનુષ્યે ભૂલથી પણ કોઈની સામે કહેવી જોઈએ નહીં.

હંમેશા લોકો પોતાના ખાસ મિત્રો અથવા પ્રિયજનોને પોતાની અંગત વાત શેર કરી દે છે. જેમાં કેટલીક વાતો એવી હોય છે જેને બીજી વ્યક્તિ સામે કહેવા પર સ્વયંને નુકસાન પહોચવાનો ડર બની રહે છે. એટલા માટે આ વાતોને હંમેશા ગુપ્ત રાખવી જ સારી રહે છે. જાણો ચાણક્ય નીતિ અનુસાર કઈ 4 વાતોને ગુપ્ત રાખવામાં જ બધાંની ભલાઈ હોય છે.

મૂડીની વાતો
ચાણક્ય નીતિ અનુસાર, કોઈને પણ પૈસાને લગતી વાત કહેવી જોઈએ નહીં. પછી ભલે તે તમારા નજીકના કેમ જ ન હોય. તમે કેટલા પૈસા કમાવ છો અથવા પછી તમારી આર્થિક સ્થિતિ કેવી છે આ વિશે કોઈને ન કહો. જો તમને મૂડીથી નુકસાન થયુ છે તો આ વાતની પણ કોઈ સાથે ચર્ચા ન કરો.

દુ:ખની વાત ન કરો
સુખ અને દુ:ખ તો જીવનનો ભાગ છે. આજની તારીખમાં સૌ કોઈ પોતાની આજુબાજુ ખુશી જ જુએ છે અને સુખી લોકો સાથે રહેવાનું પસંદ પણ કરે છે.

એટલા માટે તમારૂ દુખ સૌ કોઈને શેર ન કરવું જોઈએ. કારણ કે લોકો એવામાં તમારી મદદ કરવાની જગ્યાએ અતંર બનાવી લે છે. બીજાનું દુખ સાંભળીને લોકો તમારી સામે દયા ભાવ દેખાડવાનો ઢોંગ કરે છે અને તમારી પીઠ પાછળ તે ફક્ત તમારો મજાક ઉડાવે છે.

પત્ની વિશે
પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ તો બની રહે છે. પરંતુ ક્યારેક પણ તમારા અંગત જીવનની ચર્ચા કોઈ સામે ન કરવી જોઈએ. ધ્યાન રાખો કે ક્યારેક પણ તમારી પત્નીની ઈચ્છા અથવા ખરાબ વાતો કોઈને ન જણાવો. કારણ કે તેનાથી સંબંધોમાં તિરાડ આવવાની સંભાવના રહે છે.

અપમાનની વાત
જો કોઈએ તમારૂ અપમાન કર્યું છે અથવા તમને ખરૂ-ખોટું કહી છે તો આ વાત કોઈને ન કહો. કારણ કે આમ કરવાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં અભાવ આવી શકે છે.

જો તમે આવા જ અવનવા લોકો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.