મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ફૂલ છોડ વિશે જણાવીશું જેના ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે અમુક પ્રકારના ફૂલ છોડ ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર નું તમારા ઘરમાં આગમન થાય છે. મિત્રો ઘણા લોકો ખૂબ જ સખત મહેનત કરવા છતાં પણ ધન ભેગું કરી શકતા નથી. અને ઘણા લોકો વધારે પૈસા મેળવવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે.
મિત્રો તમે ઘણા પૈસા વાળા લોકો ના ઘરે જોયું હશે કે તેમના ઘરે ચારેતરફ ઘણા બધા ફુલ છોડ લાગેલા હશે. આવા લોકો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ધન પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના છોડ તેમના ઘરે લગાવતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવા કેટલાક ફૂલ છોડ હોય છે જે આપણા ઘરમાં લગાવવાથી ધનની દેવી માતા લક્ષ્મી આપણા પર સદાય પ્રસન્ન રહે છે.
મિત્રો બધા જ લોકો જાણે છે કે પ્રકૃતિએ આપણને શું આપ્યું છે. અને દરેક વસ્તુ આપણા માટે જરૂરિયાત હોય છે. મિત્રો પ્રકૃતિએ આપેલ દરેક વસ્તુમાં ફુલ છોડ નું મહત્વ ખૂબ જ હોય છે. દરેક લોકો જાણે છે કે ફૂલ છોડ આપણા દૈનિક જીવનમાં કેટલાક અગત્યના છે. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘણા ફૂલ છોડ અને વૃક્ષ નો પૂજાપાઠમાં ઉપયોગ કરવામાં આવે છે.
મિત્રો ઘર-પરિવારમાં વાસ્તુદોષ અને પિતૃદોષને દૂર કરવા માટે પણ આ ફૂલ છોડ ખૂબ જ ઉપયોગી હોય છે. મિત્રો આજે આપણે એવા કેટલાક ફૂલ છોડ વિશે વાત કરવાના છીએ જેને તમે તમારા ઘરમાં લગાવવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા માં વધારો થશે. અને વાસ્તુદોષ પણ દૂર થશે. અને સાથે જ તમારા ઘરમાં અઢળક ધન આવશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે.
મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આસોપાલવ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આસોપાલવ ને ઘર આંગણે લગાવવાથી આજુબાજુ માં રહેલા છોડ અને વૃક્ષો નું અશુભ દોષ નાશ પામે છે. આસોપાલવ ના વૃક્ષ ના લીધે આપણા ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. મિત્રો માતા લક્ષ્મી ને આસોપાલવ નો છોડ ખૂબ જ પ્રિય છે.
તેથી આપણા ઘરમાં આ છોડ લગાવવાથી ધન-સંપત્તિમાં વધારો થશે. માટે આપણા ઘર માં જરૂરથી આસોપાલવ નો છોડ જ લગાવવો જોઈએ.
મિત્રો આયુર્વેદમાં અશ્વગંધા ને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની ચારે બાજુ આ છોડ લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે. તેની સાથે જ આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘર-પરિવાર માં ક્યારેય લડાઈ-ઝઘડા થતા નથી. અને સાથે ઘર-પરિવારમાં એકદમ સારું વાતાવરણ બની રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશ્વગંધાનો છોડ ઘર આંગણે લગાવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘરની ચારો તરફ નારિયેળનું ઝાડ હોય તે ઘરમાં ખૂબ જ સુખદાયી પ્રાપ્ત થાય છે. ઘરના બગીચામાં નારિયેળ વૃક્ષ હોય તો ઘર પરિવારના સભ્યોના માન-સન્માનમાં વધારો થાય છે. અને દરેક લોકો નું સ્વાસ્થ્ય સારું રહે છે. તો મિત્રો તમે પણ તમારા ઘર આંગણામાં નારિયેળ નો છોડ લગાવો તો તે ખૂબ જ શુભ સાબિત થશે.
મિત્રો દાડમનો છોડ ઘરમાં લગાવો ખૂબ જ શુભ હોય છે. પરંતુ મિત્રો દાડમનો છોડ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અગ્નિ અને નૈઋત્ય ખૂણામાં ન લગાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દાડમનો છોડ ઘરમાં શુભ ફળ આપે છે અને સાથે જ ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.
મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જાંબુનું ઝાડ ઘરના દક્ષિણ ખૂણા માં લગાવવું જોઈએ. જાંબુનું ઝાડ ઘર આગળ હોવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડ ના લીધે ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
સાથે જ આ ઝાડ ના પ્રભાવથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ બની રહે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ પ્રકારના ફૂલ છોડ આપણા ઘરના આંગણે લગાવવાથી ઘરમાં ધન-વૈભવ વધે છે. અને સુખ શાંતિ અને સમૃદ્ધિ નું વાતાવરણ રહે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં શેર કરી દો.