વિશ્વમાં વધતું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિગના પાછળ એક મોટું કારણ છે, સતત વૃક્ષ કાપવામાં આવી રહ્યાં. કહેવામાં આવે છે કે વૃક્ષ રોપવાથી હરિયાણી રહે છે અને પ્રદૂષણ પણ નિયંત્રણમાં રહે છે. સાથે જ તમે ઘરમાં વૃક્ષ લગાવવામાં આવે તો ઘરમાં રહેતા લોકો પણ નિરોગી રહે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક વૃક્ષ એવા પણ હોય છે જે તમારી કિસ્મત પણ બદલી શકે છે.
આમ તો વાસ્તુ શાસ્ત્ર દરેક માટે શુભ હોય છે, પરંતુ કેટલાક છોડ-વૃક્ષ ઘર આગણમાં લગાવવું અશુભ ફળ આપે છે. જો તમે પણ ભાગ્યનો સાથ ઈચ્છો છો તો, આ છોડને ઘરમાં લગાવો, આથી તમારી ઘરની સુંદરતો અને હરિયાળી વધશે, સાથે જ આ શુભ પણ માનવામાં આવે છે.
આસોપાલવનું વૃક્ષ
વાસ્તુની માનીએ તો, આસોપાલવનું વૃક્ષ ઘર નજીક લગાવવું અત્યંત લાભકારી હોય છે. એવી માન્યતા છે કે આસોપાલવનું વૃક્ષ ઘર અથવા તેમના આજુબાજુ લગાવેલા અન્ય અશુભ વૃક્ષના દોષ ખતમ કરે છે.
અશ્વગંધા વૃક્ષ
અશ્વગંધા ખૂબ સારી ઔષધીય ગુણો પણ ધરાવે છે જેના ઘણાં બધાં લાભ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ઘરની અંદર રોપવામાં આવતું અશ્વગંધા વૃક્ષ શુભ અને વાસ્તુ દોષ દૂર કરે છે. અશ્વગંધાનું વૃક્ષ ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
નારિયેળ વૃક્ષ
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે નારિયેળનું વૃક્ષ ઘરની અંદર લગાવેલું હોય છે, તે ખૂબ જ લાભદાયી હોય છે. આ વૃક્ષ હોવાથી ઘર-પરિવારના લોકોનું માન-સન્માન વધે છે અને દિવસ બેગણો અને રાત ચારગણી પ્રગતિ કરે છે.
દાડમનું વૃક્ષ
દાડમનું વૃક્ષ ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે ઘરનો અગ્નિ ખુણો અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન લગાવો. કેટલીક જગ્યા પર દાડમનું વૃક્ષ લગાવવું અશુભ માનવામાં આવે છે.
વડનું વૃક્ષ
વાસ્તુની દ્રષ્ટિએ વડનું વૃક્ષ એક અત્યંત લાભદાયી વૃક્ષ છે. કોઈપણ ઘર અથવા બિલ્ડિંગની પૂર્વ દિશામાં જો વડનું વૃક્ષ હોય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વડ વૃક્ષને ઘરની પશ્ચિમ દિશામાં હોવું અશુભ હોય છે.
જાંબુનું વૃક્ષ
વાસ્તુ પ્રમાણે જાંબુના વૃક્ષને ઘરની દક્ષિણ દિશામાં રોપવુ શુભ હોય છે. ઘરની અન્ય દિશાઓમાં જાંબુનું વૃક્ષ ન લગાવવું જોઈએ.
બિલિપત્રનું વૃક્ષ
બિલિના વૃક્ષને પણ ઘરની આસપાસ લગાવવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ વૃક્ષમાં ભગવાન શંકરનો વાસ હોય છે.
હળદરનો છોડ
હળદરનો છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક એનર્જી નથી આવતી, એટલા માટે હળદરના છોડને ઘરમાં અવશ્ય જ લગાવવો જોઈએ.
કૃષ્ણકાંતા વૃક્ષ
કૃષ્ણકાંતા એક પ્રકારની બિલિપત્ર છે, જેમાં વાદળી રંગના સુંદર ફૂલ હોય છે. આ વૃક્ષને માતા રૂપમાં પણ માનવામાં આવે છે, સાથે તેને લગાવવાથી આર્થિક સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે એવી માન્યતાઓ છે,
તુલસીનો છોડ
સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ છે, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નિેગેટિવ એનર્જી છે, તો આ છોડ તેને નષ્ટ કરી દેશે. તેમના ઔષધીય ગુણ તમને સ્વસ્થ રાખે છે.
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.